સુનાવણી સમયે ગુજરાત હાઈકોર્ટના જજો વચ્ચે મતભેદ, હવે સીનિયર જજે કર્યું આ કામ
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે ચાલુ કોર્ટમાં માફી માગી છે. માફી એટલા માટે કારણ કે 23 ઓક્ટોબરના રોજ તેમની સુનાવણી દરમિયાન જસ્ટિસ મૌના ભટ્ટ સાથે તીખો મતભેદ થયો હતો. ત્યાર પછી 25 ઓક્ટોબરના રોજ જ્યારે જસ્ટિસ વૈષ્ણવ કોર્ટમાં પહોંચ્યા તો તેમણે વકીલો અને સ્ટાફના સભ્યોની સામે માફી માગી. લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ વૈષ્ણવે કોર્ટમાં કહ્યું, સોમવારે જ થયું તે નહીં થવું જોઇતું હતું. હું ખોટો હતો. મને આના માટે ખેદ છે. હવે આજે અમે એક નવું સત્ર શરૂ કરીએ છીએ.
બે જજો વચ્ચે શું થયેલું
વાત 24 ઓક્ટોબર મંગળવારની છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જેમાં બે જજોની બેંચ સુનાવણી કરી રહી હતી. કોઇ વાત પર બંને જજોની વચ્ચે મતભેદ થયો. જે એટલો વધ્યો કે સીનિયર જજ સુનાવણીની વચ્ચે પોતાની સીટ છોડીને ચાલ્યા ગયા. સુનાવણી લાઇવ સ્ટ્રીમ ચાલી રહી હતી. તો આની ક્લિપ વાયરલ થઇ ગઈ.
મતભેદ શા માટે
બેંચમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ સુનાવણી કરી રહ્યા હતા. જસ્ટિસ ભટ્ટ, જસ્ટિસ વૈષ્ણવની વાતથી જુદો મત રાખતા હતા. જેના પર જસ્ટિસ વૈષ્ણવે કહ્યું, તો તમારો મત જુદો થયો. ત્યાર પછી ધીમા અવાજમાં જજ ભટ્ટ અને કોર્ટના સ્ટાફની વચ્ચે વાત થઇ, જે સ્પષ્ટ સંભળાઇ નહીં. ત્યાર પછી જસ્ટિસ બીરેને ઉત્તેજિત થઇને કહ્યું કે, તમે પહેલા પણ એક કેસમાં જુદો મત આપી ચૂક્યા છે. અહીં પણ રાખી શકો છો. જેના પર જસ્ટિસ ભટ્ટ જવાબ આપે છે કે, અહીં અલગ મતની વાત જ નથી. આ વાક્યને કાપતા જસ્ટિસ બીરેને કહ્યું કે, તો એક અલગ ચુકાદો આપો. ફુસફુસાવો નહીં.
ત્યાર બાદ જસ્ટિસ વૈષ્ણવ ઊભા થયા અને એવું કહીં ચેમ્બરમાં જતા રહ્યા કે બેંચ આજે અન્ય કોઇ સુનાવણી કરશે નહીં.
ગુજરાત હાઈકોર્ટની યૂટ્યૂબ ચેનલ દરેક બેંચની સુનાવણી લાઇવસ્ટ્રીમ કરે છે. આ મતભેદ બાદ જસ્ટિસ બીરેન અને જસ્ટિસ મૌના ભટ્ટની બેંચની સુનાવણીનો વીડિયો ગુજરાત હાઈકોર્ટે પોતાની ચેનલ પરથી હટાવી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp