ગુજરાતમાં 11 IASને પ્રમોશનની સંભાવના, ત્રણ ઓફિસરો કેન્દ્રથી પાછા આવશે

PC: indianexpress.com

ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્ય સરકાર કેટલાક આઇએએસ ઓફિસરોને પ્રમોશન આપે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત કેડરના પરંતુ ડેપ્યુટેશન પર ગયેલા ત્રણ અધિકારીઓ ગુજરાત પાછા આવે તેવું ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાત કેડરના ચાર બેચના આઇએએસ ઓફિસરને જાન્યુઆરી 2022 પહેલાં પ્રમોશન આપવામાં આવી શકે છે. આ પ્રમોશનની યાદીમાં 1997, 2006, 2009 અને 2017ની બેચનો સમાવેશ થાય છે. 1997ની બેચમાં જે અધિકારીઓ છે તે હાલ સચિવ છે તેમને અગ્રસચિવનો દરજ્જો મળે તેવું ચર્ચાઇ રહ્યું છે જેમાં શાહમીના હુસેન, અશ્વિનીકુમાર, સોનલ મિશ્રા, આરસી મીના અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 2006ની બેચના ચાર અધિકારીઓને 16મા વર્ષે અધિક સચિવ થી સચિવનું પ્રમોશન ડ્યું છે જેમાં જેનુ દેવન, આલોક પાંડે, આરબી બારડ અને એમડી મોડિયાનો સમાવેશ થાય છે. 2011માં કુલ 17 અધિકારીઓ છે જેમને 13મા વર્ષે સંયુક્ત સચિવ થી અધિક સચિવ કક્ષાએ પ્રમોશન મળશે.

1991ની બેચના ત્રણ અગ્રસચિવ અંજુ શર્મા, એસજે હૈદર અને જેપી ગુપ્તાનું અધિક મુખ્યસચિવ પદે પ્રમોશન થાય તેવી સંભાવના છે કેમ કે આ ત્રણ અધિકારીઓનું પ્રમોશન જાન્યુઆરી મહિનાથી ડ્યું છે. અત્યારે ગુજરાતમાં અધિક મુખ્યસચિવ તરીકે પાંચ જગ્યાઓ છે અને એટલી જ જગ્યાઓ એક્સકેડરમાં રાખી શકાય છે. એક્સ કેડરમાં હાલ સાત અધિકારીઓ છે જે મર્યાદા કરતાં વધુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકુમાર તેમનું ડેપ્યુટેશન પૂર્ણ કરીને પરત આવી રહ્યાં છે. ટૂંસમયમાં તેમનું પોસ્ટીંગ થવાની સંભાવના છે પરંતુ આ સાથે ગુજરાતમાંથી પ્રતિનિયુક્તિમાં ગયેલા બીજા ત્રણ અધિકારીઓ જેમાં મોના ખંધાર, ટી. નટરાજન અને રાજીવ ટોપનો ગુજરાત પાછા આવી રહ્યાં છે.

જો આ ત્રણ ઓફિસરો ડિસેમ્બર પહેલાં ગુજરાત પાછા આવે તો રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો સંભવ છે. જો કે નવેમ્બર અને ડિસેમ્બરમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓના વાયબ્રન્ટ સમિટ સંદર્ભે રાજ્ય બહાર અને વિદેશમાં રોડ શો યોજવામાં આવેલા છે ત્યારે આ બદલીઓ ક્યારે થશે તે હજી નિશ્ચિત નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp