ગુજરાત વિજિલન્સ કમિશને ભ્રષ્ટાચારની પોલ ખોલી

PC: timesofindia.indiatimes.com

ગુજરાત સરકાર એવા દાવા કરે છે કે તે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી નથી. લાંચ રૂશ્વત બ્યૂરો મારફતે રોજના ત્રણ કેસ થાય છે, છતાં સરકાર કહે છે કે અમે ખાતા નથી અને ખાવા દેતા નથી. જો કે ભ્રષ્ટાચારની પોલ ગુજરાતના વિજિલન્સ કમિશને ખોલી છે. આ કમિશનના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગુજરાત સરકારનાં જુદા-જુદા વિભાગોમાં મોટાપાયે ભ્રષ્ટાચારો થાય છે. 2015થી 2017 દરમિયાન લાંચ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, સત્તાના દૂરુપયોગને લગતી સંખ્યાબંધ ફરીયાદો ગુજરાત વિજિલન્સ કમિશનને મળી હતી. આ કમિશને ત્રણ વર્ષ દરમિયાન કુલ 10 IAS અધિકારીઓ, 952 ગેઝેટેડ અધિકારીઓ (કલાસ-1 અને કલાસ-2) તથા વર્ગ-3ના 446 કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરતો અહેવાલ આપ્યો છે.

અહેવાલનાં વર્ષ દરમિયાન આયોગને 7541 અરજીઓ મળી હતી. જે પૈકી 834 અરજીઓ અંગે અહેવાલ મંગાવાયા છે. 4592 અરજીઓ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલાઇ છે. જ્યારે 100 અરજદારો પાસેથી વધુ વિગતો માગવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યૂરો તરફથી મળેલી દરખાસ્તો અંતર્ગત 22 જાહેર સેવકો સામે પ્રોસિક્યુશનની મંજૂરી આપવાની, 290 જાહેર સેવકો વિરુદ્ધ ભારે શિક્ષા કરવાની, 35 સામે પેન્શન કાપ, 45 સામે હળવી શિક્ષા, 21 સામે વસૂલાત સહિતની કુલ 413 સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કમિશને કરી છે. ગુજરાતના 196 અધિકારી-કર્મચારીઓ સામે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે વિજિલન્સ કમિશન ભલામણ તો કરે છે પરંતુ સરકારના તપાસ પંચ તેના અહેવાલ સમયસર આપતા નથી તેથી જે કે ઓફિસર કે કર્મચારી નિવૃત્ત થઇ જાય છે. જે કેસમાં શિક્ષા કરવાની જોગવાઇ હોય ત્યાં કર્મચારીઓ તપાસ એજન્સી સાથે ગોઠવણ કરી દેતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp