સરકારી બેંકોમાં મોટાપાયે ભરતીઓ કરવા જઇ રહી છે સરકાર, નાણામંત્રીએ બોલાવી બેઠક

PC: indiatoday.in

દેશમાં આવનારા મહિનાઓમાં સરકારી નોકરીઓની ભરતીઓ આવી રહી છે. ખાસકરીને સરકારી બેન્કોમાં મોટી સંખ્યામાં ભરતીઓ આવી શકે છે. તેના માટે કેન્દ્ર સરકારે પોતાની તરફથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જો બધી વસ્તુ સારી રહી તો સરકારી બેન્કો વિભન્ન ખાલી પદોની વેકેન્સીનું નોટિફિકેશન જારી કરી શકે છે અને ભરતીની શરૂઆત કરી શકે છે. જો આમ થસે તો સરકારી નોકરોની તૈયારી કરી રહેલા દેશના લાખો યુવાઓ માટે સારો મોકો મળી શકે છે.

ન્યુઝ એજન્સીના એક રિપોર્ટ અનુસાર, નાણાં મંત્રાલયે સકારી બેન્કોમાં ખાલી પદોની તપાસ કરવા માટે અને ભરતીની યોજના વિશે જાણવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ ઉચ્ચસ્તરીય બેઠક બુધવારે એટલે કે, 21મી સપ્ટેમ્બરના રોજ થનાર છે. બેઠકમાં દરેક સરકારી બેન્કોના પ્રમુખ હિસ્સો લેશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, બેઠકમાં સરકારી બેન્કો સાતે જ સરકારી નાણાંકીય સ્થાનોના પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં દરેક સરકારી બેન્કો તથા અન્ય નાણાંકીય સંસ્થાનોમાં ખાલી પદોની સમીક્ષા કરવામાં આવશે. તે સિવાય માસિક ભરતીની જાણકારી પણ આપવામાં આવશે.

સમાચાર એજન્સી અનુસાર, સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે, કાલે થનારી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા નાણાંકીય સેવાઓના સચિવ સંજય મલ્હોત્રા કરશે. બેઠકમાં આભાસી તરીકે દરેક બેન્કો તથા નાણાંકીય સંસ્થાનોનું ટોપ મેનેજમેન્ટ હિસ્સો લેશે. આ બેઠકમાં દરેક સરકારી બેન્કો તથા નાણાંકીય સંસ્થાનો દ્વારા સરકારી ઇ માર્કેટપ્લેસ પોર્ટલ દ્વારા થતી ખરીદની પણ સમીક્ષા થશે.

ખબર અનુસાર, બેઠકમાં સ્પેશિયલ કેમ્પેન 2.0ને લઇને કરવામાં આવેલી તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ સ્પેશિયલ કેમ્પેન 2.0 02 ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન આયોજિત થનારી છે. આ કેમ્પેનમાં સ્વચ્છતા તથા અન્ય ઇશ્યુઝ પર ફોકસ કરવામાં આવશે. અવધિ દરમિયાન સાંસદોના રેફરન્સ અને રાજ્ય સરકારોના રેફરન્સ વગેરે જેવા લંબિત મુદ્દાઓની સંખ્યાને ઓછી કરવામાં આવશે.

આ ઉચ્ચસ્તરીય બેઠક એવા સમયમાં થવા જઇ રહી છે, જ્યારે દેશભરમાં બેરોજગારી એક મહત્વનો રાજકીય મુદ્દો બનેલો છે. સરકાર પણ આ મુદ્દાને લઇને ચાલી રહેલી આલોચનાઓ પ્રતિ ગંભીર છે. એ જ કારણે સરકાર ચાહે છે કે, પર્યાપ્ત સંખ્યામાં ભરતી આવે,

જેથી તેના પર રોજગારના મોકા નહીં આપવાના આરોપ ન લાગી શકે. આ પગલું એ કારણે પણ મહત્વનું છે કે, બેન્કોમાં સ્ટાફની અછતની પણ સમસ્યા ઉત્પન્ન થઇ છે. કેટલાક બેન્ક અધિકારીઓનું કહેવું છે કે, પ્રાઇવેટ બેન્કોની સરખામણીમાં શહેરી વિસ્તારોની બ્રાન્ચોમાં સરકારી બેન્કોમાં ઓછા કર્મચારી છે. પાછલા 10 વર્ષમાં શહેરી બ્રાંચોની સંખ્યા 28 ટકા છે, જ્યારે કર્મચારીઓની સંખ્યા ઓછી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp