MP અને MLAનું માન સન્માન જાળવો, ગુજરાત સરકારનો IASને લેખિત આદેશ

PC: deshgujarat.com

ગુજરાતના સંસદસભ્યો અને ધારાસભ્યોનું માન સન્માન જાળવવા માટે રાજ્ય સરકારે આદેશ કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે સચિવાલયની મુલાકાતે આવે ત્યારે તેમની સાથે વિનમ્રતાનો વ્યવહાર કરવો પડશે. સંસદ સભ્યો તેમજ વિધાનસભાના સભ્યો સાથે હવે તોછડાઇભર્યું વર્તન ચલાવી લેવામાં નહીં આવે. મુલાકાત સમયે તેમને પીવાના પાણીનો પણ આદર કરવો પડશે.

ગુજરાતના મુખ્યમંત્રી અને કેબિનેટના સભ્યોને સંસદ સભ્યો તેમજ ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે અમારા કામ થાય કે નહીં પણ અમારી સાથે અયોગ્ય વર્તન થાય તે ઠીક નથી. પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી ન્તીન પટેલે મૌખિક આદેશ આપ્યા હતા પરંતુ અધિકારીઓનું વર્તન નહીં બદલાતાં સરકારને લેખિત આદેશ કરવો પડ્યો છે. રાજ્યના જીએડીએ સૂચના આપી છે કે પ્રજાના આ પ્રતિનિધિઓનો ભાવ પૂછવો પડશે. વિનમ્રતા અને શાલીનતા ભરી ભાષાનો ઉપયોગ કરવાનું આદેશમાં કહેવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp