ગુજરાત ઉપર નવો ખતરો, દ્વારકાને સૌથી વધુ અસર થશે

PC: daiwikhotels.com/

ગુજરાત ઉપર ફરી એકવાર નવો ભયાનક ખતરો ઉભો થયો છે. આ ખતરો કોરોના વાયરસનું સંક્રમણ નથી પરંતુ લોકો માનસિક અને શારીરિક રીતે ત્રસ્ત થાય તેવો છે. આ ખતરાથી ભારે થી અતિ ભારે નુકશાન થવાની સંભાવના છે. આ ખતરાના ઝપટમાં સૌથી વધુ પ્રભાવિત થનારો જિલ્લો દેવભૂમિ દ્વારકા હોઇ શકે છે. એ ઉપરાંત પણ બીજા જિલ્લાઓમાં આક્રમણ થાય તેમ છે.

ગુજરાતમાં 22મી જૂન થી 16મી જુલાઇ વચ્ચે સોમાલિયાથી આ સામાન આવી રહ્યો છે. આ સામાન ખેડૂતોનો દુશ્મન છે. તીડના ખતરનાક ટોળાં આવી રહ્યાં છે. તીડનું એક મોટું ઝૂંડ સોમાલિયાથી યમન અને ત્યાંથી ગુજરાત પર આક્રમણ કરશે. આ તીડ લાખોની સંખ્યામાં હશે અને ખેડૂતોના તૈયાર થનારા પાકનું ખેદાનમેદાન કરી નાંખશે.

ગુજરાત સરકાર અને તેના કૃષિ વિભાગને ચેતવણી પણ આપવામાં આવી છે. યુએનની કૃષિ સંસ્થા એફએઓ એ તેના બુલેટિનમાં કહ્યું છે સોમાલિયા થી વાયા યમન આ તીડના ઝૂંડ ગુજરાત પર ત્રાટકી શકે છે. આ તીડ રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તરગુજરાતના જિલ્લાઓને ઘમરોળશે પરંતુ સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લાને થવાની છે.

ગુજરાતમાં આ વર્ષે બે વખત તીડના ઝૂંડ આવી ચૂક્યાં છે. એક વખત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતરોના ઉભા પાકને નુકશાન કર્યું છે અને બીજી વખત મધ્ય ગુજરાતમાં નુકશાન કર્યું છે. આ તીડના ટોળાંએ દેશના બીજા ત્રણ થી ચાર રાજ્યોને પણ અસર કરી હતી. ગુજરાત સરકારને એલર્ટનો સંદેશો મળતાં સરકારે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના કૃષિ વહીવટી તંત્રને સાવધાન રહેવાના સંદેશો આપ્યાં છે.

સારૂ છે કે પહેલાથી આની ચેતવણી મળી ચૂકી છે એટલે ખેડૂતો તેનાથી બચવાના ઉપાયો પહેલાથી કરી રાખશે. પરંતુ તેની સાથે સરકારે પણ તેમને યોગ્ય માર્ગદર્શન પહેલાથી આપી શકાશે.  
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp