હવે પોલીસ ઇન્સ્પેક્ટર થવા માટે આપવી પડશે આ પરીક્ષા

PC: intoday.in

ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને ઇસ્પેક્ટર તરીકે બઢતી આપવાની પ્રક્રિયા DGP ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ માટે PSIનું સિનિયોરીટી લિસ્ટ પર તૈયાર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ સિનિયોરિટી લિસ્ટમાં પોતાનો ક્રમ બદલાઈ ગયો છે તેવી ફરિયાદ સાથે કેટલાક સબ ઇન્સ્પેક્ટર આ મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે આ મામલે ઉભા થયેલા વિવાદને લઈ બઢતી પ્રક્રિયા ઉપર રોક લગાવી છે. હાઇકોર્ટના આદેશથી નારાજ કેટલાક સબ ઇન્સ્પેક્ટર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા. PSIના આંતરિક વિવાદને કારણે બઢતીની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. રાજ્યના ગૃહવિભાગે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અગાઉનો સિનિયોરિટી લિસ્ટ કરી બઢતી મેળવવા માગતા સબ ઈન્સ્પેકટરોની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમ પ્રમાણે ઇન્સ્પેક્ટરની ભરતી માટે તમામ સબ ઇસ્પેકટરે હવે પાંચ પરીક્ષા પાસ કરવી પડશે, જેમાં સી.આર.પી.સી- આઇપીસી પોલીસ મેન્યુલ, એવિડન્સ એક્ટ, ઇગુજકોપ અને શારીરિક ક્ષમતાની પરીક્ષા પણ પાસ કરવાની રહેશે. આ પરીક્ષામાં ગુણના આધારે સિનિયોરીટી લિસ્ટ તૈયાર થશે તેના આધારે ઇસ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવશે આમ જૂની કહેવત પ્રમાણે વાંદરાની લડાઈમાં બિલાડીને લાભ થયો તેવી આ સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp