આ રાજ્ય સરકારનો ઓર્ડર, 50થી વધુ ઉંમરના પોલીસકર્મીઓ થશે રિટાયર જો તેઓ...

આ ભાજપા શાસિત રાજ્ય સરકારે પોલીસને સ્વસ્થ રાખવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે આ રાજ્ય પોલીસમાં 50 વર્ષથી વધારે ઉંમરના પોલીસકર્મીઓને રિટાયર કરવામાં આવશે. જેને લઇ સ્ક્રીનિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 30 માર્ચ 2023ના રોજ 50 વર્ષનો આંકડો પાર કરી ચૂકેલા પોલીસકર્મીઓના ટ્રેક રેકોર્ડને જોઇ તેમને અનિવાર્ય સેવા નિવૃત્તિ આપી દેવામાં આવશે. એડીજી સ્થાપના સંજય સિંઘલ દ્વારા દરેક આઈજી રેંજ/ એડીજી ઝોન/ દરેક 7 પોલીસ કમિશ્નરની સાથે સાથે પોલીસના દરેક વિભાગને આ આદેશ મોકલી દેવામાં આવ્યો છે.
ટ્રેક રેકોર્ડના આધારે થશે નિર્ણય
ઉત્તર પ્રદેશની યોગી સરકાર 30 નવેમ્બર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસના ઓફિસરો 50 વર્ષથી વધારે ઉંમરના પોલીસકર્મીઓના ટ્રેક રેકોર્ડ જોયા પછી અનિવાર્ય સેવા નિવૃત્તિ પર નિર્ણય લેશે. આવા પોલીસકર્મીઓની લિસ્ટ હેડક્વાર્ટર મોકલવામાં આવશે. Pacમાં તૈનાત પોલીસકર્મીઓની લિસ્ટ 20 નવેમ્બર સુધીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, રિટાયરમેન્ટની ગાજ એ પોલીસકર્મીઓ પર પણ પડશે જેઓ ભ્રષ્ટ છે. તેમને પહેલા રિટાયર કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે પોલીસ વિભાગમાં કામચોર અધિકારી અને કર્મીઓને પણ નોકરીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. એડીજી સ્થાપનાએ આને લઇ એવા પોલીસકર્મીઓના ટ્રેડ રેકોર્ડ માગ્યા છે જેને લઇ નિર્ણય લઇ શકાય છે.
આવા પોલીસકર્મીઓ કે જેમની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમનો એન્યુઅલ કોન્ફિડેંશ્યલ રિપોર્ટ(એસીઆર) પણ જોવામાં આવશે. જેમાં પોલીસકર્મીની કાર્યક્ષમતા, ચરિત્ર, યોગ્યતા, મૂલ્યાંકન અને લોકોના પ્રત્યે વ્યવહાર તેમને નોકરીમાં રહેવા કે પછી રિટાયર થવાનો માપદંડ રહેશે.
યોગી સરકારે થોડા દિવસ પહેલા આપેલા સંકેત
જણાવીએ કે, ઉત્તર પ્રદેશ પોલીસમાં કાર્યશૈલીને સુધારવા માટે પાછલા અમુક વર્ષોમાં ઘણાં પોલીસકર્મીઓને યોગી સરકારે જબરદસ્તી સેવા નિવૃત્તિ આપી દીધી છે. પાછલા દિવસોમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, જે ઓફિસરો કે પોલીસકર્મીઓમાં નિર્ણયો લેવાની ક્ષમતા નથી તેમને હટાવીને ચપળ અને કાર્યશીલ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp