ગુજરાતમાં ઊદ્યોગ વિકાસની સુવિધા માટે રૂપાણી સરકારની 12 મહત્ત્વપૂર્ણ જાહેરાતો

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારોની સહુલિયત માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને GIDCને તેમના દ્વારા આપવાની થતી તમામ પરવાનગી ઓન લાઈન કરવાનું આહવાન કર્યું છે. તેમણે ગુજરાતને હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને ફીલ ઓફ ડુઇંગ બિઝનેસ તરફ લઇ જવા ઉદ્યોગકારોને વધુ સુવિધાઓ આપવા 12 જેટલી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સંતુલિત વિકાસના હેતુસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય સંરક્ષણ જીમ્મેદારી અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDC દ્વારા વિકાસને વેગવંતો રાખવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અન્વયે કરેલા ઝડપી અને પારદર્શી નિર્ણયો માટે અમદાવાદમાં તેમનું સન્માન-અભિવાદન કરવામાં આવ્યું હતું. વાપીથી વેરાવળ સુધીના સમગ્ર વિસ્તારના 73 થી વધુ ઔદ્યોગિક સંગઠનોના 3 હજારથી અધિક પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીનું અદકેરૂં અભિવાદન શોલ-સ્મૃતિચિન્હ-પ્રશસ્તિ પત્ર અર્પણ કરીને કર્યુ હતું. મુખ્યમંત્રીએ ગુજરાતમાં વધુ ઉદ્યોગ આવે, વધુ રોકાણ થાય, વ્યાપક રોજગારી મળે તેવા ભાવથી સાચ અર્થમાં ગુજરાતને વાયબ્રન્ટ બનાવવાની નેમ દર્શાવી હતી. તેમણે ઈમાનદાર, સંવેદનશીલ, પારદર્શક અને રેડ ટેપીઝમ નહીં રેડ કારપેટીઝમથી રાજ્યને ઉદ્યોગ ઉત્પાદન અને રોજગાર સર્જનમાં અગ્રેસર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ગુજરાતમાં એવી સરકાર છે જે ગરીબ-વંચિત, પીડિત, કૃષિ, ગામડું, ઊદ્યોગો સૌની વેદનાને સમજીને સંવેદનાથી જનહિત નિર્ણયો કરે છે.

ઊદ્યોગકારોને મૂંઝવતા પર્યાવરણીય પરવાનગીઓ, GIDC સહિતના પ્રશ્નોની રજૂઆતો પરત્વે આ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેસીને સકારાત્મક વાતાવરણમાં નિવારણ લાવ્યા છીયે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.  વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં મિનીમમ ગર્વનમેન્ટ મેકસીમમ ગર્વનન્સની સુશાસન નેમ સાથે ઊદ્યોગ, વેપાર, કૃષિ જેવા ક્ષેત્ર સૌને ઓછામાં ઓછી તકલીફ પડે અને મૈત્રીપૂર્ણ વાતાવરણથી ગુજરાતનો વિકાસ વૈશ્વિક બને તેવી પ્રતિબધ્ધતા સરકારે રાખી છે. વિજય રૂપાણીએ કહ્યું કે જે જાહેરાતો કરી છે તેનાથી પ્રદૂષણ નિયંત્રણ અને GIDC બેયના સુચારૂ સંકલન સાથે બિઝનેસ ફ્રેન્ડલી ગુજરાત બનાવવું છે.

મુખ્યમંત્રીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને GIDCને સ્પર્શતી જે મહત્ત્વની જાહેરાતો કરી છે તે આ પ્રમાણે છે:

GPCBને સ્પર્શતી જાહેરાતો:

GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે:

- EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો.

- રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રિયામાંથી મુક્તિ”ની યોજનાથી વધુમાં વધુ 105 દિવસમાં મંજૂરી મળશે.

- રાજ્યમાં દર વર્ષે આશરે લગભગ 1,000 ઉદ્યોગોને સીધો લાભ મળશે. અને આશરે 10,000 લોકોને વહેલી રોજગારી મળશે.

જુદી-જુદી ડાઇઝસ્ટફ પ્રોડક્ટને તેના ગ્રુપ પ્રમાણે મંજુરીમાં સરળીકરણની નીતિ અમલમાં મૂક્વામાં આવી છે:

- રાજ્યમાં ડાઈઝનું ઉત્પાદન કરતા 1,000 ઉદ્યોગો કાર્યરત છે. ડાઇઝનો પ્રકાર બદલવા માટે ઉદ્યોગે બોર્ડની મંજૂરી લેવી પડે છે. જેના માટે 3 થી 6 માસનો સમય લાગતો હતો.

- રાજય સરકારની આ યોજનાથી દરેક મંજુરી માટે ટેકનીકલ કમીટીમાં જવું નહીં પડે અને પંદર દિવસમાં મંજુરી મળશે.

- આ યોજનાથી 700 ડાઈઝ ઉધોગોને આ યોજનાનો સીધો લાભ થનાર છે. જેનાથી રૂ.2000-3000 કરોડનું મૂડીરોકાણ વહેલું થનાર છે.

બોર્ડ દ્વારા દંડ રૂપે મેળવેલ રકમનો રાજ્યના પર્યાવરણની જાળવણી માટે ઉપયોગ કરવા નવી સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે:

- GPCB દ્વારા પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો પાસેથી બેન્ક ગેરંટી લઈને જપ્ત કરવામાં આવેલ છે. આ એકઠી થયેલ લગભગ રૂ.15 કરોડ રકમનો પર્યાવરણના સુધારા માટે ઉપયોગ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા નવી ટેકનોલોજી લાવનારને મળશે.

GPCB દ્વારા સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલની અરજીના નિર્ણયનો સમયગાળો 45 દિવસથી ઘટાડી 30 દિવસ કરવામાં આવ્યો છે:

- GPCB દ્વારા રાજયમાં વાર્ષિક આશરે 5,000 એકમોને સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલ આપવામાં છે.

- આ મંજૂરી આપતા આશરે 45 થી 60 દિવસનો સમયગાળો સામાન્ય રીતે થાય છે.

- આ નીતિથી 5,000 એકમોને સીધો લાભ મળશે. GPCBની કામગીરીની પારદર્શીતા અને ઝડપમાં વધારો થશે અને મંજુરી 30 દિવસમાં મળશે.

GPCB દ્વારા આપવામાં આવતી કન્સેંટની મુદતના (વેલીડીટીમાં) વર્ષોમાં વધારો કરવાની નીતિ મૂકવામાં આવી છે:

- GPCB દ્વારા ઉદ્યોગોને 05, 07 અને 10 વર્ષ માટે કન્સેંટ આપવામાં આવે છે.

- આ નીતિથી ઉદ્યોગને 5, 10, અને 15 વર્ષ માટે કન્સેંટ આપવામાં આવશે. જેથી ઉદ્યોગને વારંવાર મંજુરી લેવા આવવું ના પડે.

અંકલેશ્વરમાં 5 MLD અને પાનોલીમાં 1 MLDની ઔદ્યોગિક ગંદા પાણીના ડિસ્ચાર્જની નવી મંજૂરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે:

- અંકલેશ્વર અને પાનોલી વિસ્તારોમાં છેલ્લાં દસ વર્ષમાં સીઈટીપીની કાર્યક્ષમતા અને ગંદા પાણીના નિકાલના પ્રશ્નોના કારણે ડિસ્ચાર્જની નવી મંજૂરી આપવામાં આવતી ન હતી.

- છેલ્લા એક દાયકાથી પડતર આ માંગણી રાજ્ય સરકારે ઉકેલી નાખી છે.

- ઊદ્યોગો પોતાના દ્વારા થતા ગંદા પાણીના શુધ્ધિકરણ અને યોગ્ય નિકાલ કરે તેવી સામાજીક જવાબદારી આનાથી અદા કરી શકશે.

- આ નિર્ણયથી આ વિસ્તારમાં આશરે 200 જેટલા નવા ઉદ્યોગો કે હયાત ઉદ્યોગો ઔદ્યોગિક વિસ્તરણ કરી શકશે. જેનાથી રાજ્યમાં સીધુ રૂ. 1,000 કરોડનું મૂડીરોકાણ અને 50,000 રોજગારીની નવી તકો ઉભી થશે.

વેરાવળથી વાપી સુધી શુધ્ધીકરણ કરેલા ઔદ્યોગિક ગંદા પાણીના Deep Sea Discharge માટે રૂ. 5,500 કરોડની સંકલિત યોજનાની પોલીસી વાઇબ્રન્ટ ગુજરાત પહેલા ઘોષિત કરવામાં આવશે:

- રાજ્યમાં ઉદ્યોગોના શુધ્ધિકરણ કરેલ ગંદાપાણીનો નિકાલ મુખ્યત્વે નદીમાં થાય છે. જેના માટે વેરાવળથી વાપી સુધી Deep Sea Discharge પાઇપલાઇન નાખવાની યોજના સાકાર થતા નદીઓનું પ્રદુષણ દુર થશે.

- રૂ. 82,000 કરોડનું ઔદ્યોગિક મૂડીરોકાણ અને રૂ. 5,483 કરોડનું પર્યાવરણીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ થનાર છે.

- 12 લાખ રોજગારીની નવી સીધી તકો આ નિર્ણયને કારણે ઉભી થવાની છે.

GIDCને સ્પર્શતી જાહેરાતો:

- GIDC દ્વારા ઉ5યોગની સમયમર્યાદામાં વઘારો તથા કેપિટલમાં રીબેટ:

- GIDC દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટના ઉ5યોગની સમયમર્યાદા 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ હતી.

- જેને હવે 1,00,000 ચો.મી.સુઘીના એકમો માટે 4 વર્ષ વ5રાશ/ ઉ5યોગની સમયમર્યાદા આ5વામાં આવનાર છે. આ ઉ5રાંત 3000 ચો.મી. સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના ફાળવણીદારોને-જો 3 વર્ષમાં ઉત્પાદન શરૂ કરે તો બેલેન્સ કેપિટલમાં 3% રીબેટ આ5વામાં આવશે.

GIDC દ્વારા એકમોને પુન: જીવિત કરવા રાહત:

- નાના ઔદ્યોગિક એકમો કે જે અગાઉ વ5રાશમાં આવેલ હોય 5રંતુ એક યા બીજા કારણસર બંઘ 5ડેલ હોય તેવા એકમોને તબદીલ કરવા તથા રાહત આ5વા વણવ5રાશી દંડની મહત્તમ મર્યાદા 20% માંથી 10% કરવામાં આવી છે.

GIDC દ્વારા દંડકીય અને વિલંબિત વ્યાજમાં રાહત:

- GIDCના 3000 ચો.મીટર સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના 2,474 ફાળવણીદારો દ્વારા તમામ બાકી લ્હેણાં ભરપાઇ કરવાની શરતે દંડકીય વ્યાજમાં 100% અને વિલંબિત વ્યાજમાં 50% રાહત આ5વામાં આવશે.

- આ જ ઘોરણે વોટર ચાર્જીસ અને ડ્રેનેજ ચાર્જીસ 5ર દંડકીય વ્યાજમાં 100% અને વિલંબિત વ્યાજમાં 50% રાહત આ5વામાં આવશે.

GIDC દ્વારા આસીસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના અને MSME માટે HELP DESK:

- ઔદ્યોગિક નીતિ–2015, આસીસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના અંતર્ગત શેડ ભાડે આ5વાની યોજના ચાલુ કરવામાં આવશે.

- HELP DESK વ્યવસ્થાના ભાગરૂપે 3000 ચો.મી. સુઘીના ક્ષેત્રફળ ઘરાવતા પ્લોટ/શેડના ફાળવણીદારોને સહાયરૂપ થવાના હેતુસર GIDC દ્વારા Help desk શરૂ કરવામાં આવનાર છે.

- GIDC દ્વારા આસીસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર (પ્રોજેકટની સહાયમાં વઘારો)

- ઔદ્યોગિક નીતિ-2015 આસીસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના અંતર્ગત હાલમાં પ્રોજેકટ કિંમતના 60%ની સરકારની સહાય મંજુર કરવાની નીતિ અમલમાં છે.

- આ નીતિમાં ફરેફાર કરીને હવે 5છીથી મંજુર થનાર પ્રોજેકટોમાં પ્રોજેકટ કિંમતના 80% મુજબ સરકારની સહાય મંજુર કરવાનો નિર્ણય કર્યો છે

- મુખ્યમંત્રીએ આ અવસરે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માર્ગદર્શિકાનું વિમોચન કર્યુ હતું.

- પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, વન-પર્યાવરણ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસ, GIDCના એમ.ડી. ડી. થારા તેમજ વિવિધ એસોસિયેશનના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

- સ્વાગત પ્રવચન અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ કર્યુ હતું અને સમગ્ર કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

- વાપીના ધારાસભ્ય અને ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીના ડાયરેકટર કનુ દેસાઇ તેમજ વટવાના શંકર , નરોડાના શૈલેષ પટવારીએ રાજ્ય સરકારના સકારાત્મક અભિગમની સરાહના પ્રાસંગિક સંબોધનમાં કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp