સરકારી અધિકારીઓની મીલિભગતમાં અમદાવાદમાં 250 કરોડની જમીનનું કૌભાંડ
અમદાવાદના લીલાપુરમાં એક 24 વીઘા જમીન કે જેની પર ગુજરાત હાઇકોર્ટે બે વખત મનાઇ હૂકમ ફરમાવ્યો છે એ જમીનને 250 કરોડ રૂપિયામાં વેચી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.
દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કહેવાયું છે કે, સોલા સબ રજિસ્ટ્રારના અધિકારીઓની મીલિભગતને કારણે મનાઇ હુકમ છતા દસ્તાવેજ બની ગયો. મનાઇ હુકમ સામે કૌભાંડીઓએ સોંગદનામું કરીને ડોક્યુમેન્ટને દસ્તાવેજનો ભાગ બનાવી દીધો.
આ આખા કૌભાંડમાં મુખ્ય ખેલાડી પલ્લવી પટેલ અને સરકારનો એક ઉચ્ચ અધિકારી સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કૌભાંડ બહાર ન આવે એના માટે સબ રજિસ્ટ્રારને ગાંધીનગર મહેકમ શાખામાં બદલી કરી દેવામાં આવી. આ શાખા રાજ્યના કૌભાંડોની તપાસ કરવાનું કામ કરે છે. મતલબ કે કૌભાંડ કરનાર જ કૌભાંડની તપાસ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp