સુરતનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે રૂ. 895 કરોડમાં, આવું દેખાશે, જુઓ વીડિયો

સુરતનું રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાનું બનવા જઇ રહ્યું છે જેની જાહેરાત અગાઉ થઇ ચૂકી છે. આ એવું સ્ટેશન હશે જ્યાં રેલવે ઉપરાંત બસની વ્યવસ્થા પણ હશે. આ ઉપરાંત કાફે, શોપિંગ કોમ્પલેક્સ સહિતની સુવિધાઓ પણ ત્યાં હશે. અગાઉ તે રૂ. 1008 કરોડના ખર્ચે બનવાનું હતું હવે તે ઘટાડીને રૂ. 895 કરોડમાં કરાશે. આ માટે એક સ્પેશિયલ પર્પસ વ્હીકલની રચના કરાઇ છે જેમાં રેલવે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસટી નિગમ ત્રણેયની ભાગીદારી હશે.

 આ સુવિધાઓ હશે.

  • રેલ્વે સ્ટેશનના બન્ને તરફ મોર્ડનાઇઝેશન
  • બસ ટર્મિનલ
  • વિશાળ સ્ટેશન લોબી
  • ટિકિટ માટે મોટો હોલ
  • બોર્ડિંગ માટે કનેક્ટિંગ બ્રિજો
  • એરપોર્ટ જેવા ફૂડ પ્લાઝા અને શોપિંગ એરિયા

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp