રાજ્ય સરકારના આ નિર્ણયથી 61000 કર્મચારીઓને દિવાળીમાં જલસા થઈ જશે

PC: Khabarchhe.com

રાજ્યના નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યના બિન સરકારી અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને 7માં પગાર પંચના અમલના કારણે ચુકવવાના પગાર તફાવતની રકમનો પ્રથમ વાર્ષિક હપ્‍તો નવેમ્‍બર માસમાં ચૂકવવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે આ શાળાઓ સાથે સંકળાયેલા 61000 જેટલા શિક્ષકો તથા કર્મચારીઓને લાભ થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે,રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણો તા.01.01.2016 થી આપવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. તદઅનુસાર મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના સબળ નેતૃત્‍વમાં, રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7 માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ 'સ્કેલ ટુ સ્કેલ" ના ધોરણે લાગુ પાડવામાં આવ્‍યા છે. જે અનુસાર તા.01.08.2017 થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્‍યો હતો. જ્યારે, તા.01.01.2016 થી તા.31.07.2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવવા અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.

નાયબ મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવી તા.01.01.2016 થી તા.31.07.2017 સુધીના સમયગાળાના પગાર-તફાવતની રકમ પૈકી પ્રથમ વાર્ષિક હપ્તાની રકમ, નવેમ્બર માસમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે અને આ પ્રથમ વાર્ષિક હપ્તાની ચુકવણી કરવાના કારણે સરકારની તિજોરી પર અંદાજે રૂા. 204 કરોડનું ભારણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp