સચિવાલયમાં એક ઓફિસર એવા જેમનો ગુસ્સો સાતમા આસમાને હોય છે

PC: deshgujarat.com

ગુજરાત સરકારમાં એક અધિકારી એવા છે કે જેઓ ડિસિપ્લિનના પાક્કા છે. તેમને મળવું હોય તો ટાઇમ લઈને પહેલાં એપોઈન્ટમેન્ટ લઈને જવું પડે છે. આ ઓફિસરને નવી નિયુક્તિની શુભેચ્છા આપવી હોય તો પણ એપાઈન્ટમેન્ટ લેવી આવશ્યક છે.

સચિવાલયના વિભાગના એક કર્મચારી તેમને સત્કારવા માટે તેમની ચેમ્બરમાં દાખલ થયા ત્યારે તેમણે તેમણે આ કર્મચારીને અપમાનજનક વિધાનો કરીને વિદાય કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મને મળવું હોય તો પહેલાં એપોઈન્ટમેન્ટ લઈને આવો. આ કર્મચારીને બિચારાને ખબર નહીં કે અન્ય ઓફિસરોની જેવા આ ઓફિસર મિલનસાર નથી.

એ જગ્યાએ અનેક ઓફિસરો આવી ગયા છે. નવી નિયુક્તિ થાય એટલે સ્ટાફના કર્મચારીઓ તેમને શુભેચ્છા આપવા પહોંચી જતા હતા. નવનિયુક્ત ઓફિસર તેમને આવકારે, બેસાડે, ચા-પાણી પીવડાવે અને પછી શુભેચ્છા સ્વીકારતા હતા. અગાઉના ચાર ઓફિસરોને મળવા માટે એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર ન હતી.

સચિવાલયમાં મુખ્યમંત્રી પારદર્શક વહીવટની દુહાઈ દેતા હોય છે ત્યારે આ ઓફિસરનો ગુસ્સો સાતમા આસમાને હોય છે. તેઓ કહે છે કે મારી બદલી કરવી હોય તો કરે, હું ડિસિપ્લિનમાં માનું છું. એપોઈન્ટમેન્ટ લઈને આવતા મુલાકાતીને હું ધ્યાનથી સાંભળીને તેની મુશ્કેલી હલ કરું છું.

ઓફિસમાં મને ફાઈલો મૂકી રાખવી ગમતી નથી, તેથી તેનો ડે ટુ ડે નિકાલ કરું છું. ડિસિપ્લિન હોય તે સ્વાભાવિક છે પરંતુ જ્યારે ઓફિસર નવી જગ્યાનો ચાર્જ લેતા હોય ત્યારે તેના દરવાજા એક સપ્તાહ સુધી ખુલ્લા હોવા જોઈએ. સચિવાલયનો આ સિરસ્તો છે. શુભેચ્છા મુલાકાતમાં પણ એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર પડે છે તેવા આશ્ચર્ય સાથે જે કર્મચારીએ સ્ટાફમાં જઈને બીજા સાથીદારોને કહ્યું કે, સાહેબને મળવું હોય તો એપોઈન્ટમેન્ટ લઈને જજો, નહીંતર ગુસ્સાનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp