26th January selfie contest

આ પોલીસ કમિશનર હાઇપ્રોફાઇલ લોકોને કાયદાની પકડથી છટકવા દેતા નથી

PC: patrika.com

વાત છે, સુરત શહેરની કે જયાં છેલ્લા એક વર્ષમાં ઘણી આકસ્મિક ઘટનાઓ ઘટી હતી. જેમાં સુરત શહેર પોલીસ કમીશ્નર સતીષ શર્માએ રીવ્યુ રીપોર્ટ કરાવ્યા છે.

કેસેટ થોડી રીવાઇન્ડ કરીએ તો,

પહેલો કેસ -  સુરતના કાપડીયા હેલ્થ ક્લબના સ્વીમિંગ પુલમાં એક બાળકનું ડૂબી જવાના કરણે મોત થયુ હતુ.

બીજો કેસ - બળાત્કારના કેસમાં ગાયનેક ડૉ. પ્રફુલ દોષીની ધરપકડ થઇ હતી પરંતુ સમાધાન થઇ જતા કેસ સંકેલાઇ ગયો હતો પરંતુ સુરત શહેર પોલીસે આ ઘટનાના રીપોર્ટની જાંચ કરીને સરકારને ફરી તપાસ કરવા માટે માંગ કરી છે.

ત્રીજો કેસ - પાંડેસરાની શાલુ ડાઇંગ મીલમાં આગની દુર્ઘટનામાં કારીગરોની મોત

ચોથો કેસ - સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા ધીરજ સન્સની દિવાલ પડી જતા કર્મચારીની મોત

પાંચમો કેસ - અણુવ્રત દ્વાર પાસે ગેટ પડી જતા બાળકીનું મોત

છઠ્ઠો કેસ - આગમ આર્કેડમાં આગ લાગવાના બનાવમાં ટ્યુશન ક્લાસમાં ભણતા એક બાળક અને શિક્ષિકાનું મોત

આ કેસ એવા છે કે જેમાં હાઇપ્રોફાઇલ લોકો જોડાયેલા છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઘટના ઘટે એટલે નીચેના લેવલના લોકોને પકડીને કેસ સોલ્વ થઇ જતો હોય છે, માલિકો સુધી વાત આવતી જ નથી. ત્યારે સુરત શહેર પોલીસ કમીશ્નર સતીષ શર્માએ દાખલો બેસાડ્યો છે કે ઘટના કોઇપણ કેમ ન હોય, આરોપી કોઇપણ કેમ ન હોય, પણ કાયદાની ચુંગલમાંથી છટકી નહીં શકે.

ચકચારી શાલું ડાઇંગ મીલમાં આગ લાગતા કર્મચારીનું મોત થયુ હતુ ત્યારબાદ પોલીસ કમીશ્નનરે તેનો રીવ્યુ રીપોર્ટ મંગાવ્યો અને મીલના માલિકો પર કેસ કરીને ધરપકડ કરી છે. બીજી તરફ તબીબ આયામમાં ચકચારી ડૉ.પ્રફૂલ દોષી રેપ કેસમાં , શહેરના નામાંકિત ડોક્ટર પર રેપનો આરોપ હતો, તેનો કેસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, ત્યાં પણ સમાધાન થઇ જતા હાઇકોર્ટે તેને છોડી દીધા છે પરંતુ સુરત શહેર પોલીસ કમીશ્નર હવે ડૉ.પ્રફૂલ દોષીના કેસને સુપ્રિમ સુધી ખેંચી જશે. આ અંગે તેઓએ Khabarchhe.com સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, અમને એવું લાગ્યુ હતુ કે આ કેસમાં હજુ તપાસ થવી જોઇએ જેથી કંઇક બહાર આવી શકે તેથી અમે આ કેસને સુપ્રિમમાં ચલાવવાનું સરકારને કહ્યુ છે. શાલુ ડાઇંગ મીલમાં જે માલિકો છે એમની અમે ધરપકડ કરી છે અમે અમારા તરફથી બનતું બધુ જ કરીશું. ટ્યુશન ક્લાસીસના સંચાલકોની પણ ધરપકડ કરીને તેમની કાનુની કાર્યવાહી ચાલી રહી છે. અમે અમારાથી બનતુ બધુ કરીએ છે. જેટલા પ્રુફ હોય તે પણ અમે આપીએ છીએ અમારો હેતુ એ જ હોય કે જે ભોગ બનનાર જે છે તેને ન્યાય મળે. આ અગાઉ અમે દીશીત હત્યાકાંડમાં તેમની પત્ની વેલ્સી જરીવાલા અને ડ્રાઇવરના જામીન હાઇકોર્ટે આપી દીધા હતા પરંતુ અમે સરકાર તરફથી સુપ્રિમ કોર્ટમાં ગયા ત્યા તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા.

સુરત શહેરના આ પોલીસ કમીશ્નરે કોઇપણ મોટું માથું કેમ ન હોય તેમણે સાબીત કરી દીધું છે કે કાનુનની ઉપર કોઇ જ નથી. તેઓ ઇચ્છે કે લોકોને ન્યાય મળે. ત્યારે સુરતના છ હાઇપ્રોફાઇલ કેસમાં ત્રણ કેસમાં તો હાલ એક્શન લેવાઇ ગયા છે અને તેઓએ વધુમાં એમ પણ કહ્યુ હતુ જે કોઇપણ ગુનેગાર હશે તેને અમે છોડીશું નહીં.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp