અચાનક પોલીસ બુલેટચાલકોની દુશ્મન કેમ બની? ગૃહમંત્રીને આદેશ કેમ કરવો પડ્યો?

PC: news18.com

નવી પેઢીમાં બુલેટ ચલાવવાની ફેશન શરૂ થઇ છે પરંતુ બુલેટચાલકો માટે માઠા સમાચાર એવાં છે કે બુલેટ પર પોલીસની બાજ નજર છે. પોલીસ ગમે ત્યારે બુલેટચાલકને પકડીને દંડ ભરાવે છે. આ દંડ હવાના પ્રદૂષણના કારણે નથી પરંતુ ધ્વનિ પ્રદૂષણના કારણે છે. બુલેટનો અવાજ એટલો મોટો હોય છે કે લોકોને નહીં પોલીસને ડિસ્ટર્બ કરતો હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને બીજા મોટા શહેરોમાં પોલીસને સૂચના છે કે વાહનોના ધ્વનિ પ્રદૂષણ દૂર કરવા માટે કાર્યવાહી કરવી. રાજ્યની એસટી બસો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ પ્રસરાવે છે અને સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ કરે છે છતાં તેની સામે પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી પરંતુ જે યુવાનો શોખની બુલેટ ચલાવે છે તેમને દંડ ફટકારે છે.

બુલેટચાલકને તેના વાહનનું ફાયરીંગ વધારે પ્રિય હોય છે તેથી કંપનીમાંથી બુલેટ છોડાવીને તે સાઇલેન્સરને બદલવાનો પ્રયાસ કરે છે પરંતુ આ બદલાયેલું સાયલેન્સર પોલીસની નજરમાં આવી ગયું છે. એકલા રાજકોટમાં જ 26 બુલેટચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાંથી 15 બુલેટચાલકો તેમજ સુરતમાંથી 20 બુલેટચાલકોએ દંડ ભર્યો છે.

ગુજરાત ટ્રાફિક પોલીસે સોશ્યલ મિડીયા મારફતે ચેતવણી આપી છે કે ધ્વનિ પ્રદૂષણ કરતાં વાહનો પોલીસ ડિટેઇન કરશે અને તેનો દંડ વસૂલ કરશે. બુલેટચાલક જ્યારે બુલેટ ખરીદીને તેનું સાઇલેન્સર બદલાવે છે ત્યારે તે પાંચ થી સાત હજાર રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ પોલીસની કાર્યવાહીથી બુલેટચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને કંપનીનું ઓરિજનલ સાઇલેન્સર ફરીથી બુલેટમાં ફીટ કરવા માટે પ્રેરાયા છે.

ગુજરાતમાં મોટા ચાર શહેરો જ નહીં નાના શહેરોમાં પણ પોલીસ ધ્વનિ પ્રદૂષણ સામે બુલેટચાલકોને દંડ ફટકારી રહી છે. ગોધરા જેવા નાના શહેરમાં પણ 21 જેટલા બુલેટચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસને આવી સૂચના આપવાનું કારણ એવું સામે આવ્યું છે કે ભાજપના પૂર્વ પ્રમુખ અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લેખિતમાં એવી રજૂઆત કરી હતી કે શહેરોમાં ધ્વનિ પ્રદૂષણ બુલેટના કારણે વધી રહ્યું છે તે બંધ થવું જોઇએ.

આરસી ફળદુએ આવી લેખિત રજૂઆત એટલા માટે કરી હતી તેમને ગોધરાના એક એડવોકેટ રમજાની જૂજારાએ એવી ફરિયાદ કરી હતી કે શહેરોમાં બુલેટના સાઇલેન્સર સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેથી તે પ્રદૂષણ બંધ થવું જોઇએ. એડવોકેટની આ ફરિયાદના આધારે આરસી ફળદુએ રાજ્ય ગૃહમંત્રીને લેખિતમાં આ ધ્વનિ પ્રદૂષણ દૂર કરવાની રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp