નારણપુરાનાં મતવિસ્તારમાં પ્રિસાઈડીંગ ઓફિસરની ભૂલ, મતદાન અડધો કલાક મોડું

અમદાવાદમાં નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં વસંત સ્કુલ કેશવ નગર નારણપુરા મતદાન મથક માટે બહાર 6 ઉમેદવારના નામનો નોટીસનો કાગળ લગાવેલો હતો જેની સામે મતદારોએ વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો. નારણપુરા મત વિસ્તારમાં જ્યારે ખરેખર 11 ઉમેદવાર છે. આમ થતાં મતદાન અડધો કલાક મોડું શરૂ થયુ હતું. મત આપવા આવેલા દવે દંપતિએ તેનું શુટિંગ કર્યું હતું. મુકેશ દવે કહે છે કે ચૂંટણી અધિકારીએ મતદારોએ આવી છેતરપિંડી ન કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.