જાણો 5 વર્ષમાં કેટલા નેતાઓ બની ગયા કરોડપતિ

PC: http://sehattimes.com

રાજકીય નેતાઓ સત્તા અને સંપત્તિમાં તગડા થઈ રહ્યા છે. 2012ની ચૂંટણીમાં જે સંપત્તિ હતી તે 2017ની ચૂંટણીમાં તેમાં જંગી વધારો થયો છે. ભાજપમાં 80 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને કોંગ્રેસના 73 ટકા કરોડ પતિ છે. ગરિબ ઉમેદવારો હવે પક્ષને પસંદ નથી. સત્તા અને સંપત્તિ માટેની આ ચૂંટણી બની ગઈ છે. પણ પ્રજાની હાડમારી વધી છે. આર્થિક રીતે કંગાળ બન્યા છે. 

BJPમાં 2012માં 181માંથી 130 (72%) ઉમેદવારો કરોડ પતિ હતા 2017માં 181 ઉમેદવારોમાંથી 147 (81%) કરોડ પતિ છે.

કોંગ્રેસમાં 2012માં 176 ઉમેદવારોમાંથી 112 (64%) કરોડ પતિ હતા અને 2017માં 176 ઉમેદવારોમાંથી 129 (73%) કરોડપતિ છે.
BSPના 2012માં 162માંથી 5 (3%) હતા હવે 138 5 (4%) કરોડપતિ છે.

AAPમાં 2012માં કોઈ કરોડપતિ ન હતા 2017માં 28માંથી 11 (39%) કરોડપતિ છે.

NCPમાં 2012મા 12માંથી 6(50%) હતા આજે 57માંથી 18 (32%) ઉમેદવાર કરોડપતિ છે.

અપક્ષોમાં પણ ગુનેગાર હતા. 2017માં 791ઉમેદવારોમાંથી 60 (8%) ઉમેદવારો કરોડપતિ છે.

દરેક ઉમેદવારની સરેરાશ મિલકતો 2012માં રૂ.1.46 કરોડ મિલકતો હતી. આવખતે 2017માં સરેરાશ દરેક ઉમેદવારની કરોડ રૂ.2.22 કરોડ થઈ ગઈ છે. આમ પાંચ જ વર્ષમાં ઉમેદવારોની મિલકતોમાં બે ગણો વધારો જોવા મળે છે. તેમાં ભાજપના ઉમેદવારોની મિકલતો અસાધારણ રીતે વધી છે. પણ પ્રજા મોંઘવારી અને ગરીબીમાં પીડાઈ રહી છે. જ્યાં કાળુ નાણું દૂર થવું જોઈતું હતું તેવા રાજકારણીઓએ પોતાની સંપતિમાં જબ્બર વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.