બીજા તબક્કામાં ક્યાં-ક્યાં ખોટકાયા EVM-VVPAT?

PC: biotechin.asia

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઠેર-ઠેર EVM ખોટકાયા હોવાની માહિતી મળી રહી છે. EVM ખોટકાવાની ઘટનાઓને પગલે મતદારોમાં ચૂંટણી પંચની સિસ્ટમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતનાં છેવાડાનાં ગામોમાં સુધી EVM ખોટકાતા મોટા પ્રમાણમાં હોબાળો મચી જવા પામ્યો છે.બીજા તબક્કમાં ઢગલાબંધ જગ્યાએ EVM બંધ પડી ગયા અથવા તો ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પર અસર પડી હતી.

  • ખેરાલુની મલારપુર બેઠક પર EVMમા ખામી
  • પાટણનાં આનંદ પ્રકાશ સ્કુલનાં બુથમાં EVM મોકપોલમાં જ બંધ થયું
  • કાલોલમાં બાકરોલાની શાળામાં ત્રણ નંબરનું બટન પ્રેસ થતું ન હતું.
  • દેરોલમાં ખામી સર્જાતા મતદાન મોટું થયું
  • વડનગરમાં EVMમાં ખોટકાયું હતું.
  • બનાસકાંઠામાં EVM બ્લુ ટૂથથી કનેક્ટ થતાં હોવાની ફરીયાદ
  • મહેસાણામાં EVM બ્લુ ટૂથથી કનેક્ટ થતાં હોવાની ફરીયાદ આવી હતી.
  • વડોદરાનાં રાવપુરમાં VVPAT બદલવું પડ્યું. રાવપુરાના સમામાં પ્રશંશા વિદ્યાલયમાં EVM મશીન ખોરવાયું
  • અરવલ્લીમાં 2 EVM મશીનો ખોટકાયા
  • ધનસુરાના શિકા નંબર-૨ બુથ પર EVMમાં ખામી
  • મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
  • કાંકરી ગામના મથકે EVM ખોરવાયું
  • ખામી સર્જાતા મતદાન અટકી પડ્યું હતું, બાદમાં શરૂ કરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp