UGVCLના MD રંધાવા સસ્પેન્ડ, ગુજરાત એગ્રોમાં હતા થઇ હતી રૂ. 300 કરોડની ગોલમાલ

PC: google.com

ગુજરાત સરકારે IFS કેડરના અધિકારી અને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર  કમલજીત સિંઘ રંધાવાને સસ્પેન્ડ કરી દીધા છે. રંધાવા જયારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ  કોર્પોરેશના મેનેજિંગ ડિરેકટર હતા ત્યારે ખેડુતોને ચુકવવામાં આવતી સબસિડીમાં કરોડો રૂપિયાનું કૌભાડં કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ વાત PMO સુધી પહોંચી હતી. ગુજરાતના રાજ્યપાલના આદેશથી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટે ઓર્ડર જાહેર કર્યો છે.

જયારે કોમ્પિટન્ટ ઓથોરિટીના ધ્યાન પર લાવવામાં આવ્યું કે હાલના UGVCLના મેનેજિંગ ડિરેકટર કે. એસ. રંધાવા  જયારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેકટર હતા ત્યારે પ્રથમ દ્રષ્ટિએ દોષી જણાઇ રહ્યા છે એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 ગુજરાત સરકારે વર્ષ 2016-2021માં  સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ જાહેર કરી હતી  આ પોલીસી હેઠળ એગ્રો પ્રોસેસિંગ યુનિટ અને ખેડુતોના નામે  કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું પુરવાર થયું છે. અત્યાર સુધી આ પોલીસી હેઠળ 300 કરોડ રૂપિયાની સબસિડી ચુકવાઇ છે જેમાંથી 450 અરજીઓની સબસિડી બારોબાર સગેવગે કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે.

IFS કે.એસ. રંધાવા જયારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્ઝ કોર્પોરેશન ( GAIC)માં મેનેજિંગ ડિરેકટર હતા ત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું. આ વાત PMO સુધી પહોંચી હતી. જેના અનુસંધાનમાં ગુજરાત સરકારને GAICના AGM અભય જૈન અને આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. હવે ગુજરાત સરકારે પણ કે.એસ. રંધાવાને સસ્પેન્ડ કરીને ઉંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા છે.

ગુજરાત સરકારે આદેશમાં કહ્યું છે કે કે.એસ. રંધાવાના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમણે કોઇ પણ સંજોગોમાં હેડકર્વાટર છોડવાનું નથી. સસ્પેન્શનના સમયગાળા દરમ્યાન કે. એસ. રંધાવાને નિયમો મુજબ નિર્વાહ ભથ્થું મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp