અખિલ ભારતીય સંત સમિતિનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેદ્રાનંદગિરિ મહારાજના પાલનપુર આનંદધામ આશ્રમમાં 1 ઓકટોબર, રવિવારે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ જગદગુરુ કૈવલ જ્ઞાન પીઠાધીશ સપ્તમ કુબેર આચાર્ય અચિવલદેવાચાર્ય મહારાજના પ્રમુખપદે રૂણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં 350 સંત અને 250થી વધારે પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.
અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ મહામંડલેશ્વર દિલીપ દાસજી મહારાજ, મહામંડલેશ્વર અવધ કિશોરદાસ, હિંદુ ધર્મ સેનાના સંયોજક માનસરોવરદાસ બાપુ, અમર ભારતી બાપુ, વિજયસોમ મહારાજ, બલોલના ગોપાલદાસજી મહારાજ, કઠવાડાના રામજી મંદિરના યોગેશ દાસ બાપુ, જાણીતા કથાકાર ગીતા દીદી, અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઇ બ્રહ્મભટ્ટ, બનાસકાંઠા લોકસભા સાંસદ પરબત પટેલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇ, બનાસ બેંકના અધ્યક્ષ સવસી ચૌધરી, ભાજપના જિલ્લાધ્યક્ષ કિર્તિરાજ સિંહ, મહામંત્રી અમરિશ પુરી, પાલનપુર નગર પાલિકાના અધ્યક્ષ ચમનલાલ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રેખાબેન, પાલનપુર સંઘ વિચાર પરિવારના વિવિધ ક્ષેત્રના પદાધિકારી દર્શન બનાસકાંઠા જિલ્લા વિરક્ત સંત સેવા મંડળના મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત અખિલ ભારતીય સંત સમિતિના બનાસકાંઠા જિલ્લાની સમિતિ અને હિંદુ ધર્મ સેના જિલ્લાધ્યક્ષ અશોક પુરોહિત અને ધર્મ સમાજના જિલ્લાધ્યક્ષ લલિત વાઘેલા અને તેમની ટીમની પણ હાજરી રહી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ અને વિશેષ મહાનુભાવોએ રાજેન્દ્રનંદગીરીજી મહારાજનું અભિવાદન કર્યું હતું અને હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું. તે એક અસરકારક અને પ્રેરણાદાયી કાર્યક્રમ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp