અનંત અંબાણી-રાધિકા મરચન્ટના પ્રી વેડીંગનો 3 દિવસનો કાર્યક્રમ ગુજરાતમાં

PC: businesstoday.in

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી- વેડીંગનો 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતમાં થવાનો છે. 1થી 3 માર્ચ સુધી જામનગરના રિલાયન્સ ગ્રીનમાં સંગીતનો ભવ્ય જલસો થવાનો છે.

નીતા-મુકેશ અંબાણીના નાના પુત્ર આકાશના તેની બાળપણની મિત્ર રાધિકા મરચન્ટ સાથે 1 જાન્યુઆરી 2023ના દિવસે સગાઇ થઇ હતી. અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 10-11-12 જુલાઇએ થવાના છે એ પહેલા પ્રી-વેડીંગનો 3 દિવસનો કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં થવાનો છે.જેમાં પ્રીતમ, હરિહરન અને અરિજીત સિંઘ સંગીતના તાલે મહેમાનોને ડોલાવશે.

પ્રીતમ બોલિવુડમાં વર્સેટાઇલ અને કન્ટેમ્પરરી મ્યુઝીક માટે જાણીતા છે, જ્યારે હરિહરન ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભક્તિમય સંગીતના દિગ્ગજ તરીકે ઓળખવમાં આવે છે. અરિજીત સિંઘ બોલિવુડ સિંગર છે.

રાધિકા મરચન્ટના પિતા મુળ કચ્છના છે અને તેમની 2 કંપનીઓ ચાલે છે. રાધિકા ઇન્ડિયન ક્લાસીકલ ડાન્સર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp