રામ મંદિર ચુકાદાને લઇને ગુજરાત ભાજપના આગામી 3 દિવસના કાર્યક્રમ મુલતવી

PC: facebook.com/jitu.vaghani

આજે એટલે કે, 9 નવેમ્બરના રોજ રામ મંદિર બાબતે મહત્તવનો ચૂકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. રામ મંદિરના ચૂકાદાને લઇને ઉત્તર પ્રદેશ સહિત દેશમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને ઠેર ઠેર જગ્યાઓ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી આગામી ત્રણ દિવસ સુધી ભાજપના સ્નેહમિલન સહિતના તમામ કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે. ચૂકાદો આવ્યા પહેલા ભાજપના એક કર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા સામે આ નિવેદન આપ્યું હતું. 

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કે, કેન્દ્ર સરકાર કોઈ પણ ચૂકાદો આવે તે હંમેશા શિરોમાન્ય રાખતા હોય છે. ચૂકાદો આવે એટલે સમાજની વ્ય્વસ્થા બની રહે ઉગ્રતા ન આવે, તે માટે પ્રધાનમંત્રીથી માંડીને અને રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને ભારતીય જનતાનો કાર્યકર્તા સમાજની વ્યવસ્થા બની રહે, તે માટે કામે લાગે લાગવાનો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ માથા પર હોય ત્યારે ભગવાન રામે જે શીખવ્યું છે, તે સંયમ જીવનની અંદર બની રહે તે ભારતીય જનતા પાર્ટીનો અનુરોધ રહેશે અને સમાજ પણ એ પ્રકારે કામ કરશે.

આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે શ્રી રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપવાનો છે, ત્યારે આવતી કાલથી ત્રણ દિવસ સુધી ગુજરાત ભરમાં યોજાનારા ભાજપના સ્નેહમિલનો તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવેલા છે. આ ઉપરાંત તેમને ભાજપના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટનો જે કઈ પણ ચૂકાદો આવે તેને સ્વીકારીને શાંતી સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp