ગુજરાતની રાજ્યસભાની બે સીટો માટે કોંગ્રેસે આ ઉમેદવારો મેદાને ઉતાર્યા

PC: youtube.com

અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં જીતતા ગુજરાતની રાજ્યસભાની બે સીટો ખાલી થતા તેને ભરવા માટે પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના બે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકા ચુડાસમાને રાજ્યસભાની બે સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આજે તેઓ ગુજરાત વિધાનસભા ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા.

રાજ્યસભાની બંને સીટો માટે અલગ-અલગ ચૂંટણી થવાની હોવાથી કોંગ્રેસના જીતવાના ચાન્સ ખૂબ ઓછા છે. તો પણ કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ભરનારા ગૌરવ પંડ્યાનું કહેવું છે કે, રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હશે. કોંગ્રેસના ઉમેદવારોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ સોમવારના રોજ પોતાના રાજ્યસભા માટેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી માથુરજી ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આમ તો અલગ-અલગ ચૂંટણી યોજાવાને લીધે બંને સીટો પર ભાજપ કબજો કરી લેશે, તે લગભગ નક્કી જ છે, તેમ છતા કોંગ્રેસે પોતાના બે ઉમેદવારોને ઉતાર્યા છે.

સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો...

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર અલગ-અલગ ચૂંટણી કરવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ પાર્ટીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસની પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે પિટિશન ફગાવતા કહ્યું હતું કે, નોટિફિકેશન આવ્યા બાદ ઇલેક્શન કમિશનમાં જ આને પડકાર આપી શકાય છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની પિટિશન પર ચૂંટણી પંચે જવાબ દાખલ કર્યો હતો.

ચૂંટણી પંચે બે સીટો પર અલગ-અલગ ચૂંટણી કરવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ચૂંટણી પંચે પોતાની એફિડેવિટમાં કહ્યું હતું કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાની દ્વારા ખાલી કરવામાં આવેલી સીટો પર અલગ-અલગ ચૂંટણી કરાવવી કાયદા મુજબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp