એક ઓપરેશનના 2.50 લાખ લેનારો ડૉ.પટોડિયા પોલીસથી બચવા 22 દિવસ રસ્તા પર રખડ્યો
ખ્યાતિ હોસ્પિટલના માલિક ડૉસંજય પટોડિયાની 4 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 12 નવેમ્બરે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ થઇ ત્યારે ડો, પટોડિયા પોતાની રાજકોટ હોસ્પિટલમા જ હતો, પરંતુ ફરિયાદ થવાની જાણ થતા ફરાર થઇ ગયો હતો.
પોલીસની પુછપરછમાં ડો. પટોડિયાએ પોતે 22 દિવસ ક્યાં હતો તેની માહિતી આપી છે. ડો. પટોડિયા પોલીસથી બચવા હાઇવેના રસ્તા પર રખડતો રહ્યો હતો અને સસ્તી હોટલોમાં રોકાતા હતો.
પોલીસે જ્યારે ડો પટોડિયાના અમદાવાદમાં પકડ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, મેં 5,000 ઓપરેશન કરેલા છે અને હું એશિયા લેવલનો ડોકટર છું. મારા હાથ નીચે 16 ફેલોશીપ છે. પોલીસે કહ્યું કે, તું જે હોય તે, અત્યારે તું ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp