વડોદરા ગેંગરેપ-આપઘાત કેસઃ FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયાનો દાવો, યુવતીની ડાયરી...

PC: DainikBhaskar.com

વલસાડની ટ્રેનમાં એક યુવતીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ રેલવે પોલીસની તપાસ વડોદરા સુધી પહોંચી હતી. વડોદરામાં મૃતક યુવતીના રૂમમાંથી પોલીસને એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં પીડિતાએ ઉલ્લેખ કર્યો હતો કે બે ઇસમોએ તેનું રીક્ષામાં અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. ત્યારબાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને દુષ્કર્મ આચરનારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસને આ નરાધમોને પકડવામાં સફળતા મળી નથી. તો બીજી તરફ હવે આ મામલે ગાંધીનગર FSLના રિપોર્ટમાં જે માહિતી સામે આવી છે તે ચોંકાવનારી માહિતી સામે આવી છે.

ગાંધીનગર FSLના રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ ન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવતીનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું કહેવામાં આવ્યું છે. આ માહિતી રેલવેના DySP અને SITના સભ્ય બી.એસ. જાદવ દ્વારા આપવામાં આવી હતી. આ બાબતે તેમને દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ SIT દ્વારા યુવતીના ગુપ્તાભાગ પાસે થયેલી ઈજા અને કેટલા સાંયોગિક પૂરવાના આધારે તપાસ શરૂ રાખવામાં આવી છે. આ બાબતે અધિકારી બી.એસ. જાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હજુ ઘણા રિપોર્ટ આવવાના બાકી છે અને અમારી તપાસ શરૂ છે. તેમને નિવેદનમાં એવું પણ ઉમેર્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના હાથ, જાંઘ અને ગુપ્ત ભાગોમાં ઈજા થવાના નિશાન મળ્યા છે. એટલા માટે દુષ્કર્મની થીયરી પર પોલીસ તપાસ કરી રહી છે.

મહત્ત્વની વાત છે કે, આ કેસમાં તપાસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ક્રાઈમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને વડોદરા પોલીસ કામે લાગી છે. પોલીસની આટલી બધી ટીમો તપાસ કરી રહી હોવા છતાં પણ પોલીસના હાથે આરોપોઓ લાગ્યા નથી. તો બીજી તરફ પોલીસ યુવતી જે સંસ્થાની સાથે જોડાયેલી હતી તે ઓએસિસ સંસ્થા પાસેથી કોઈ નક્કર માહિતી પણ મેળવી શકી નથી. આ યુવતી વડોદરાની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી વડોદરાની સામાજિક સંસ્થા ઓએસિસ સાથે જોડાયેલી હતી.

આ ઘટનાને લઈને પરિવારના સભ્યોનું કહેવું છે કે, યુવતી ઘટનાના દિવસે સંસ્થાના કામ માટે મરોલી જઈ રહી હતી. તે એક દિવસમાં ઘરે પરત આવશે તેવું કહીને ઘરેથી નીકળી હતી. આ ઘટના બાબતે યુવતીના કાકાએ જણાવ્યું હતું કે, યુવતીએ ડાયરીના છેલ્લા પાના પર લખ્યું હતું કે, HOW I WILL FACE OASIS. આ પ્રકારનું લખાણ યુવતીએ શા માટે લખ્યું તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટનામાં પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. મૃતક યુવતી વડોદારમાં નોકરી કરતી હતી. તે છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે આવી નહોતી. તે 2021માં ગણેશ મહોત્સવ અને દિવાળીના તહેવારમાં નવસારીમાં રહેતા તેના પરિવારના સભ્યો પાસે આવી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે યુવતીની સાથે અભ્યાસ કરતા તેના મિત્રો, શિક્ષકો અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ ઘટનાને ઓએસિસ સંસ્થાના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર બનાવની જાણ નહીં કરીને માહિતી છૂપાવવા બાબતે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રસ્ટ દ્વારા સમયસર પૂરાવા ન આપીને તપાસમાં સહયોગ કર્યો નથી. જો તપાસમાં યોગ્ય પૂરાવા મળશે તો સંસ્થાનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp