દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાત સરકારે આ શહેરની 20 હોટેલોને દારૂ વેચવાની છૂટ આપી

PC: stewarthindley.co

એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે અને બીજી તરફ સરકાર દ્વારા 20 જેટલી હોટેલોને દારૂની વેચાણ કરવાની પરમીટ આપવામાં આવી છે. એક રીપોર્ટ અનુસાર હાલ ચાલી રહેલા વિધાનાસભાના સત્રમાં સરકાર દ્વારા દારૂના આંકડાનો જે ખુલાસો કરવામાં આવ્યો. તેના પરથી એવું લાગી રહ્યું છે કે, ગુજરાત ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પોલીસ દ્વારા સમયાંતરે દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની સાથે સાથે દારૂનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે. ત્યારે બે વર્ષના સમયમાં કઈ કઈ જગ્યા પરથી કેટલો દારૂ પકડાયો તેની તમામ વિગત નીચે પ્રમાણે છે. 

આંકડાઓ અનુસાર રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસ, 29,989વિદેશી દારૂના કેસ નોંધાયા છે. આ કેસમાં 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી અને 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી પકડાયા નથી. આંકડાઓ અનુસાર રાજ્યમાં રોજના 181 કેસ દેશી દારૂ અને અને 41 કેસ વિદેશી દારૂના નોંધાય છે. છેલ્લા બે વર્ષમાં 15,40,454 લીટર દેશી દારૂ, 1,29,59,463 બોટલ વિદેશી દારૂ અને 17,34,792 બોટલો બીયરની પકડવામાં આવી છે. દારૂના વેચાણના કેસોમાં સુરત સૌથી મોખરે છે. ત્યારબાદ વડોદરા, અમદાવાદ, ભરૂચ અને પંચમહાલનો નંબર આવે છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષના સમયમાં દારૂ વેચવાની પરમીટ આપવાના કારણે સરકારને 13.46 કરોડ રૂપિયાની આવક થઈ છે. ત્યારે આ આવકમાં વધારો કરવાના અંદાજ સાથે રાજ્યના સરકાર દ્વારા વધુ 20 હોટેલોને દારૂનું વેચાણ કરવાની પરમીટ આપવામાં આવી છે. આ 20 હોટેલો અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp