ગુજરાત ચૂંટણીઃ 9 વાગ્યા સુધીની હાર્દિક, ધાનાણી, રાદડિયા, રિવાબાની જાણો સ્થિતિ

PC: khabarchhe.com

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને  9 વાગ્યા સુધીની વાત કરીએ તો ભાજપ 133 સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 40 અને આમ આદમી પાર્ટી 5 સીટ પર આગળ ચાલી રહી છે અને 2 અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલે વિરમગામથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડેલી અને શરૂઆતના વલણમાં તે પાછળ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર વિરમગામથી આગળ ચાલી રહ્યા છે.

ધોરાજીમાં લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે, જ્યારે અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યા છે. જેતપુરમાં જયેશ રાદડિયા આગળ ચાલી રહ્યા છે. મજૂરા બેઠક પર હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે. ટંકારા બેઠક પર લલિત કગથરા પાછળ ચાલી રહ્યા છે. 

9 વાગ્યા સુધીની સ્થિતિ....

08:58 AM - વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયા પાછળ, કુમાર કાનાણી આગળ

08:58 AM - રાધનપુરમાં ભાજપ 34 મતથી આગળ

08:57 AM - વિસનગરથી ભાજપના ઉમેદવાર 200 મતથી આગળ

08:56 AM - 8.45 સુધી ભાજપ 133 સીટ પર કોંગ્રેસ 40 સીટ પર અને આપ 5 સીટ પર આગળ

08:56 AM - સાવલીથી ઈનામદાર કેતન, વડોદરાના વાઘોડિયાથી અશ્વિન પટેલ બીજેપીની બેઠક પર આગળ

08:56 AM - ઊંઝાથી પટેલ કિરીટકુમાર,વિજાપુરમાંથી રમણ પટેલ વલસાડથી ભરત પટેલ

08:55 AM - મહેસાણાથી પટેલ મુકેશકુમાર, વિસનગરથી ઋષિકેશ પટેલ,

08:54 AM - અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા છે

08:48 AM - ગેનીબેન અને શંકર ચૌધરી પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યા છે

08:47 AM - રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ આગળ ચાલી રહ્યા છે

08:45 AM - જસદણ બેઠક પર કુંવરજી બાવળીયા પાછળ

08:41 AM - સમગ્ર રાજ્યમાં ભારે સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે

08:41 AM - હાર્દિક પટેલ કહે છે ભાજપ 135-145 સીટ જીતશે

08:39 AM - વિરમગામમાં આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે

08:38 AM - 8.30 સુધીમાં 127 પર ભાજપ 31 પર કોંગ્રેસ 1 સીટ પર આપ આગળ

08:25 AM - ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ, નડિયાદથી પંકજ દેસાઈ અને ભુજથી કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયા આગળ

08:24 AM - મહેસાણાથી મુકેશ પટેલ આગળ ચાલી રહ્યા છે

08:23 AM - સુરત મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે

08:23 AM - અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આગળ

08:22 AM - સુરતમાં માંગરોળના ગણપત વસાવા આગળ

08:19 AM - પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુભા માણેક આગળ

08:17 AM - શરૂઆતના વલણમાં BJP 45 સીટ પર કોંગ્રેસ 14 સીટ પર આગળ

08:10 AM - 33 જિલ્લામાં 37 મતદાન મથકો પરથી મતગણતરી શરૂ કરવામાં આવી છે

08:10 AM - 2017મા ગુજરાતમાં ભાજપ - 99, કોંગ્રેસ - 77 સીટ જીતી હતી, જ્યારે અન્યના ફાળે 6 સીટ આવી હતી

08:08 AM - 8.30 પછી EVMની મતગણતરી શરૂ કરવામાં આવશે

08:08 AM - સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે

08:07 AM - સમગ્ર રાજ્યમાં મતગણતરી શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp