ભારે વરસાદની આગાહી, જામનગર, પોરબંદર, દ્રારકામાં યલો એલર્ટ

PC: hindustantimes.com

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને કેટલાક વિસ્તારોમાં હવે વરસાદનું જોર વધી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાત પર આવશે તેમ રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે.

હવામાન વિભાગે આપેલી 17-18ની વચ્ચે સપ્ટેમ્બરના રોજ પૂર્વ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની તથા કોઈ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી હતી. હવે દક્ષિણ રાજસ્થાન તરફનું સરક્યુલેશન સક્રીય થવાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.કચ્છ, જામનગર, દ્રારકા, પોરબંદરમા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

21 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના હાલની સ્થિતિએ દેખાઈ રહી છે.

ગુજરાતમાં લગભગ હજુ પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદની શક્યતા છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના દ્રારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે કહ્યુ છે કે છેલ્લાં 24 કલાકામાં અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 126 તાલુકાઓમાં 2 ઇંચથી માંડીને 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. રાજ્યોના 80 ડેમ,જળાશયોમાં પુરતું પાણી આવી ગયું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 20 સપ્ટમ્બરે કચ્છ, મોરબી અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા મુજબ કચ્છના રાપરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાપરમાં 4.50 ઇંચ વરસાદ પડ્યો છે મોરબીના માળિયા, હળવદમાં 3 ઇંચ અને મોરબી શહેર અને ટંકારામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સુરત, બારડોલી, પોરબંદર, વાવ, નવસારી, ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં દોઢ મહિના બાદ ફરીથી વરસાદ થવા જઈ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં પાકને ફાયદો થશે જ્યારે ઘણા વિસ્તારોમાં ભારે કે અતિ ભારે વરસાદ પાકને નુકસાન પણ કરે તેવું જાણકારોનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp