દુવિધા મળતા લોકોને સુવિધા આપવાનો વિચાર એશ્યોર કેબના ડિરેક્ટર હિરેન સોઢાને આવ્યો

PC: Khabarchhe.com

2015માં શરુ થયેલી એશ્યોર કેબ આજે દેશભરમાં જાણીતી બની છે. ગુજરાત મુંબઈ સહીતના શહેરો ઉપરાંત નાના ગામડાઓ સુધી પણ આ સર્વિસ પહોંચી છે ત્યારે આ વિચાર સૌ પ્રથમ હીરેન સોઢાને આવ્યો હતો. તેમના વિચારે એક કેબ બિઝનેસના ક્ષેત્રે ક્રાતિ લાવી અને અનેક લોકોને રોજગારી મળી જેથી આ કેબ સર્વિસ આત્મનિર્ભરતાના સપનાને પણ સાકાર કરે છે.

વર્ષ 2015માં જ્યારે એશ્યોર કેબના ડાયરેક્ટર હિરેન સોઢાને આવ્યો હતો તે પાછળની પણ રસપ્રદ સ્ટોરી છે. સ્થાનિક વેન્ડરથી કાર બુક કરીને પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક કાર ખરાબ થઈ ગઈ હતી અને સ્થાનિક વેન્ડરે તેમને અન્ય કોઈ વૈકલ્પિક કારની વ્યવસ્થા પણ કરીને આપી નહોતી. આથી તેમને લગભગ 6 કલાક સુધી રાહ જોવી પડી હતી અને પરિવાર સાથેનો તેમનો ટ્રાવેલ પ્લાન પણ ખોરવાઈ ગયો હતો. આ અનુભવથી હિરેન સોઢાને AssurecAB.COMનો વિચાર આવ્યો. એટલે કે, તેમને જે દુવિધા મળી અને આપત્તિ પડી ત્યારે આ મુશ્કેલીને સફળતામાં ફેરવવામાં તેઓ સફળ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા એક નાના ગામમાં જન્મેલા હિરેન સોઢાએ તેમના જેવો અનુભવ અન્ય વ્યક્તિને ન થાય તે માટે વિશ્વાસપાત્ર, બજેટેડ અને સુરક્ષિત ઇન્ટરસિટી એરપોર્ટ ટ્રાવેલ માટે ASSURECAB.COM ની શરૂઆત કરી. હાલ કંપની સાથે 29 હજારથી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર છે. 4.9 લાખથી વધુ પેસેન્જર મળી ચૂક્યા છે. પેન ઈન્ડિયા ક્ષેત્રે કંપની આગળ વધી રહી છે.

કંપનીની શરૂઆત ભાવનગર જીલ્લાના નાના શહેર પાલીતાણામાં જન્મેલા હિરેન સોઢાએ કરી. પોતાનો આ કંપની શરૂ કરવા પાછળનો તેમનો વિચારતા જણાવતા તેઓ કહે છે કે હું મારા પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક વેન્ડર પાસેથી કાર ભાડે કરીને મુસાફરી શરુ કરી હતી. આ સફર શરુઆતમાં આગળ ચાલી જો કે, આગળ જતા જ કારમાં કોઈ ખરાબી આવી અને અમે 6 કલાક સુધી અટવાઈ ગયા. સ્થાનિક વેન્ડર આનો કોઈ પર્યાય શોધી શક્યો નહીં અને મારી અને મારા પરિવારની ફલાઇટ મિસ થઈ ગઈ. સર્વિસ વ્યવસ્થિત ના મળવાના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થતા અમે મુશ્કેલીમાં મુકાયા હતા. અમારી ફ્લાઈટ મિસ થઈ જતા મારા પરીવાર અને મારી આખી મુસાફરીનો પ્લાન ચોપટ થઈ ગયો અને ત્યાંથી મને વિચાર આવ્યો કે હું એવી સર્વિસ શરૂ કરું કે જેમાં લોકોને સુવિધાઓ મળે અને તેમને આવા કોઈ અગમ્ય કારણોસર પોતાના પ્લાન કેન્સલ ન કરવા પડે. તે દિવસે વિશ્વાસપાત્ર ઇન્ટરસિટી એરપોર્ટ ટ્રાવેલ સોલ્યુશન માટે મને આઈડિયા સ્ટ્રાઈક થયો અને મેં એશ્યોર કેબ શરૂ કરી.

આ કેબ અત્યારે એજ વિશ્વસનિયતા સાથે આગળ વધી રહી છે. જેમાં સ્લોગ આપવામાં આવ્યું છે કે, જો તમે ફ્લાઇટ ચૂકી જાઓ તો ટેક્સીનું ભાડું ચૂકવશો નહીં. પેસેન્જરોને વિશ્વાસ અપાવવો એ એશ્યોર કેબની ઓળખ બની ગઈ છે. શહેરથી લઈને જિલ્લાથી મેટ્રો સુધીની જ સેવા નહીં પરંતુ નાના ગામડાઓમાં પણ કંપની સુવિધા આપી રહી છે. જે કંપનીના મજબૂત સર્વિસના નેટવર્કને સૂચવે છે.
(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)

એશ્યોર કેબ કહે છે, "અમારા પર વિશ્વાસ કરો કારણ કે અમે ખાતરી આપીએ છીએ." ગુજરાતની આ રેન્ટલ કેબ કંપની જલ્દી જ ભારતના બીજા શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરવા જઈ રહી છે. શહેર, જિલ્લા અને નાના ગામડાઓ સુધી કંપનીની પહોંચ છે. કંપની વન વે, આઉટસ્ટેશન, એરપોર્ટ ટ્રાવેલ જેવી સુવિધા આપે છે. ત્યારે આ સુવિધા હવે ગુજરાત અને મુંબઈથી આગળ વધીને પેન ઈન્ડિયા તરફ પહોંચે એ દિશામાં કામગિરી કંપની તરફથી કરવામાં આવી રહી છે. વેબસાઇટ પર સર્વિસ મેળવવાથી લઈને વધુ વિગત માટે WWW.ASSURECAB.COM લોગ ઈન કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp