ભાજપ સરકારમાં એમના જ ધારાસભ્યોના કામ થતા નથી, તો પ્રજાનું શું થતું હશે?
ગુજરાત ભાજપમાં હવે નેતાઓ અને કાર્યકરો સામે આવીને બોલતા થયા છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં પહેલાં કોઇ નેતાઓ બોલવાની હિંમત કરતા નહોતા. એવી એક વાત સામે આવી છે કે ભાજપના ધારાસભ્ય પોતે બળાપો કાઢી રહ્યા છે કે, ગુજરાતમાં અમારી સરકાર છે, પણ અમારા જ કામ થતા નથી. તો સવાલ એ ઉભો થાય છે કે તો પછી સામાન્ય પ્રજાનું શું થતું હશે?
વિરોધ પક્ષના ધારાસભ્ય સવાલ ઉઠાવે તો માની શકાય કે, વિરોધ કરવાનું તેમનું કામ છે, પરંતુ સત્તાધારી પક્ષના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મીડિયાને કહ્યું કે, અશાંત ધારો અને સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવા 15 સંકલન સમિતિથી રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારી વાત સાંભળવામાં આવતી નથી. એક જ જવાબ મળે છે કે દબાણ દુર થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp