સાધુ બન્યો શેતાનઃ કાલુપુર સાધુએ કર્યુ યુવક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

PC: india.com

અમદાવાદામાં વર્ષો જૂનુ આવેલું કાલુપુર સ્વામીનારાયણ મંદિર કંઈના કંઈ બાબતે હંમેશા વિવાદોમાં રહ્યું છે. આ વખતે ફરીથી સ્વામીનારાયણ મંદિરમાં વિવાદ ઉભો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મંદિરમાં સ્વામીએ યુવક સાથે એવું કૃત્ય કર્યું કે સ્વામીના નામને લજવે છે. સ્વામીએ યુવકની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ યુવકે તરત સ્વામિનારાયણ મંદિરમાંથી નીકળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદની જાણ થતા જ સ્વામી ભાગી ગયો છે. જો કે સ્વામી પર ગંભીર ગુનાના આરોપ લગાવામાં આવ્યો હોવાથી કાલુપુર પોલીસ સ્વામીને શોધી રહી છે.

અવારનવાર સાંધુ સંતોના આવા કિસ્સાઓ સામે આવે છે. આવા લોકોને કારણે બીજા સાધુ-સંત પર લાંછન લાગે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક યુવકે અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં વિશ્વેસ્વરૂપ સ્વામી પર ગંભીર આરોપ લગાવ્યો છે. સ્વામી વિશ્વેસ્વરૂપ પર આરોપ લગાવતા યુવક વિજય ભાવસારે કહ્યું કે, મંદિરમાં આવેલા જૂના બિલ્ડીંગમાં સૂર્યપ્રકાશ સ્વામીની પરવાનગી લઈને સાધુના રૂમમાં વાંચવા જતો હતો.

પરંતુ ગુરુવારે જ્યારે વિજય વાંચતો હતો ત્યારે અચાનક વિશ્વેસ્વરૂપ સ્વામી તેની પાસે આવીને ગાડીનું કવર લગાવવાની વાત કરી હતી. પરંતુ વિજય વાંચી રહ્યો હોવાથી તેને સ્વામીને ના પાડી જેથી આક્રોશમાં આવીને સ્વામીએ તેનો શર્ટ ફાડી નાખ્યો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી યુવક ગમે તેમ કરીને ત્યાંથી ભાગી નીકળ્યો અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં વિજયે સ્વામીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

તમને જણાવી દઈએ કે , છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વેસ્વરૂપ સ્વામી આ મંદિરમાં સેવા આપવાનું કાર્ય કરે છે. પણ જ્યારે યુવકે સ્વામી પર સૃષ્ટિવિરુદ્ધના કૃત્યનો આરોપ લગાવ્યો ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમને આ ઘટના વિશે ચૂપ રહ્યાં હતા. તેમજ યુવકે સ્વામી પર જે આરોપ લગાવ્યો છે તે ઝગડા કે અદાવત છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે. તેમજ સ્વામીએ ખરેખર આ પ્રકારનું કૃત્ય કર્યુ છે કે નહીં તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

જો કે ફરિયાદ નોંધવામાં આવતા સ્વામી મંદિર છોડીને નાસી ગયો છે ત્યારે સ્વામીને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમજ આ ઘટનાને પગલે સમગ્ર સ્વામિનારાયણ મંદિરમાં અને આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. સાધુના વેશમાં હેવાન નીકળ્યો એવું લોકો કહી રહ્યાં છે. તેથી સ્વામિનારાયણ મંદિર  ફરી વિવાદનું કારણ બન્યું છે. જો કે અત્યારે તો કાલુપુર પોલીસે ગુનો નોંધીને સ્વામી વિશ્વેસ્વરૂપના ફોનની ડિટેઈલ અને લોકેશનના આધારે શોધી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસ સ્વામીને પકડવામાં સફળ નથી થઈ પણ જલ્દી સ્વામી પકડાય જશે તેવું પોલીસે જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp