સુરતમાં પુણા અને લિંબાયતમાં ખાડીના પાણી ફરી વળ્યા
ગુજરાતના સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીઓના જળસ્તર વધી જવાને કારણે પુણા અને લિંબાયતમાં ખાડીના પાણી ફરી વળ્યા છે અને લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થઇ ગઇ છે અને પુણા સુધી પાણી ભરાયા છે. મીઠી ખાડીને કારણે લિંબાયતના લોકો 40 કલાકથી પાણી વચ્ચે ફસાયેલા છે.
એક તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યા છે અને બીજી તરફ આજે દરિયામાં ભરતી પણ છે એટલે ખાડીના પાણી ભયજનક સપાટી વટાવી દે તેવી ચિંતા વધી છે. સારોલી ગામની પણ હાલત ખરાબ છે અને કુંભારીયા ગામમાંતો બોટ ફરતી થઇ છે. સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્ટેલના વિદ્યાર્થીઓને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 26 જુલાઇ સુધી દક્ષિણ માટે ભારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp