ભાજપને સૌથી પહેલી જીત અપાવનાર મહેસાણા બેઠકનો ઇતિહાસ જાણો

PC: divyabhaskar.co.in

ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પર ભાજપે હરિભાઇ પટેલ અને કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપેલી છે. મતલબ કે આ બેઠક પર પાટીદાર વર્સીસ ઠાકોરની જંગ છે. મહેસાણા પાટીદારોનો ગઢ કહેવાય છે સાથે ગુજરાતના રાજકારણની લેબોરેટરી તરીકે પણ જાણીતું છે. અમે મહેસાણા બેઠકનો ઇતિહાસ તમને જણાવીશું.

1957માં મહેસાણા બેઠક બની હતી અને 2009થી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. 2019માં શારદાબેન પટેલ મહેસાણા બેઠક પરથી જીત્યા હતા, પરંતુ આ વખતે ભાજપે હરિભાઇ પટેલને ટિકિટ આપેલી છે.

મહેસાણા બેઠક પર કુલ 17.66 લાખ મતદારો છે અને તેમાં સૌથી વધારે મતદારો 4.80 લાખ પટેલો છે. ઉપરાંત ઠાકોર મતદારોની સંખ્યા 3.80 લાખ, SC મતદારો 1.40 લાખ, રાજપૂત 90000, મુસ્લિમ 90000, ચૌધરી 75000, પ્રજાપતિ 71000, રાવળ 65000, રબારી 60000, બ્રાહ્મણ 40000 અને અન્ય મતદારોની સંખ્યા 3 લાખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp