એક લાખથી વધારે આવક ધરાવતા લોકોને ફ્રી રાશન મળશે નહીં

PC: facebook.com/ijayeshradadiya

કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીઓ પણ પોતાના વતન તરફ જવા નીકળ્યા હતા પરંતુ કેન્દ્ર સરકારના આદેશથી તેઓ જે જગ્યા પર રહે તે જગ્યા છોડવાની મનાઈ કરવામાં આવી છે. ત્યારે પરપ્રાંતિયોની મદદ કરવા માટે રાજ્ય સરકાર આગળ આવી છે અને તેમને આવા પરપ્રાંતિયોને રાશન આપવા માટેનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં આ પરપ્રાંતિયોને રેશનકાર્ડ વગર જ અનાજ મળી રહેશે.

રિપોર્ટ અનુસાર રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને વિનામૂલ્યે રાશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકો તેનો લાભ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યમાં જેમની પાસે રેશનકાર્ડ નહીં હોય તેમને અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ આપવામાં આવશે અને તેમને અનાજ આપવાની શરૂઆત ચાર કે પાંચ એપ્રિલથી કરવામાં આવશે. મંત્રી જયેશ રાદડિયા વધુમાં જણાવ્યું હતું કે રેગ્યુલર આનજ લેતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત એક લાખ કરતા વધારે આવક ધરાવતા લોકો હશે તેઓને રાશન મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જે શ્રમિકો પાસે રેશનકાર્ડ નથી તેઓને અત્યારે રાશન આપવામાં આવશે નહીં પરંતુ આવા વ્યક્તિઓનો સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ કયા વ્યક્તિને લાભ આપવો તેનો પાવર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો છે. એટલે આગામી પાંચ તારીખ પછી રેશનકાર્ડ વગરના શ્રમિકોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં કોઈ પરપ્રાંતીય આનાથી વંચિત રહશે નહીં. બીજી મહત્ત્વની વાત એ છે કે, એક મહિના સુધી આપવામાં આવતું તમામ અનાજ અને કરિયાણું લોકોને ઓફલાઈન આપવામાં આવશે. જેથી કોઈપણ રેશનકાર્ડ ધારકને પોતાના ફિંગર પ્રિન્ટ આપવાની જરૂર નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp