વિજય રૂપાણીની ખુરશી સલામત કરાઈ રહી છે, જાણો કેવી રીતે?

PC: hindustantimes

ભાજપના ટોચના નેતાઓને ભારે ડર લાગી રહ્યો છે સમાજ અને જ્ઞાતિના નામે ભાજપના ધારાસભ્યો પાંચ વર્ષ સુધી રિસામણા-મનામણાનો ખેલ કરતા રહેશે. આ સ્થિતિમાં વિજય રૂપાણીની ખુરશીને અકબંધ અને જડબેસલાક સલામતી બક્ષવા માટે ભાજપના નેતાઓને વ્યૂહરચના ઘડી કાઢી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની એક ઓડિયો ક્લિપ પણ ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ક્લિપમાં રૂપાણી એવું કહેતા સંભળાયા હતા કે જૈન સમાજની વસ્તી એક ટકા છે છતાં વડાપ્રધાન મોદીએ મને મુખ્યમંત્રી બનાવ્યા છે. વિજય રૂપાણીની વાતને ભાજપના ટોચના નેતાઓએ સાર્થક કરી તેમને ફરી મુખ્યમંત્રી બનાવ્યા.

મુખ્યમંત્રી પદે આરૂઢ થયા બાદ બીજા દિવસથી સરકારે અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ અગાઉ જે નેતાઓની બોબડી બિલ્કુલ બંધ હતી તેમને પણ હવે જીભ ઉગવા માંડી છે. વિજય રૂપાણી માટે ભાજપની અંદર આમ તો કોઈ જોખમ રહેલું નથી પરંતુ અસંતોષ અને વિવાદોના પગલે તેમને સલામત આપવા માટે ટોચના નેતાઓએ અસંતોષને હવા આપતા નેતાઓને કોઈકને કોઈક રીતે સાચવી લઈ કે પછી હોદ્દાઓ આપી નારાજગી દુર કરવાનો પ્લાન બનાવ્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની અંદરના ક્લેશને દુર કરવા માટે ટોચના નેતાઓ ઉપરાંત સંઘના આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે. આમ તો રૂપાણી સરકાર પાતળી સરસાઈવાળી સરકાર છે અને કોઈ નાનકડી સળી પણ સરકાર માટે રાજકીય જોખમ ઉભું કરી શકે એમ છે.

આનંદીબનેની વિદાય બાદ ભાજપના અન્ય નેતાઓને પણ આવી જ રીતે ખુશ કરી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા જોવા મળી રહી છે. કેટલાક સિનિયર ધારાસભ્યો વંકાયા છે તેમને પણ સાચવી લેવા માટે કવાયત કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી પણ આ વાત સારી રીતે જાણે છે કે ધારાસભ્યો અને નેતાઓની નારાજગીને વહેલી તકે દુર કરવામાં આવે તે જરૂરી છે. હવે ભાજપના ટોચના નેતાઓ આગામી દિવસોમાં શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp