સુરતમાં રવિવારે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન
RSS સાથે જોડાયેલી ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા 5 ડિસેમ્બર, રવિવારે સવારે 6 વાગ્યે VNSGU કન્વેન્શન સેન્ટર પાસેથી રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના મહામંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, 2, 5 કિ.મી. 10. કિમી. અને 21 કિ.મીની હાફ મેરેથોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ફંડ ભેગું થશે તે કિશોરી વિકાસના કાર્યમાં વપરાશે.
ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ રાષ્ટ્રીય સેવા ભારતી સાથે સંલગ્ન સુરતમાં કામ કરતી સેવા સંસ્થા છે જે 1988થી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. સમાજના
છેવાડાના વ્યક્તિના ઉત્થાન માટે પ્રયાસરત સમાજની અનેક સેવા સંસ્થાઓની જેમ આ સંસ્થા પણ આ સમાજની વચ્ચે કામ કરે છે જ.
આપણે સૌ જાણીએ છીએ કે સ્લમ ફ્રી મહાનગરોમાં સેવા વસ્તી એટલે કે સ્લમસનું બહારનું સ્વરૂપ તો બદલાઈ ગયું છે પરંતુ તેના વાતાવરણમાં વ્યસનો આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણના અભાવના કારણે આ સમાજ બંધુઓ અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે.આવી વસ્તીઓના સર્વાંગીણ ઉન્નતિ માટે વિવિધ પ્રકારના સેવા કાર્યની આજે આવશ્યકતા છે.
આ સંસ્થા આવી વસ્તીઓમાં તેના સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન તથા સંસ્કાર જેવા વિષયો પર કામ કરી રહી છે. સ્વાસ્થ્ય અંતર્ગત આરોગ્ય પરીક્ષણ તથા જરૂરિયાત પ્રમાણેની સારવાર જેમ કે હિમોગ્લોબિન પરીક્ષણ, આંખના મોતિયા બિંદુ ઓપરેશન તથા કુપોષિત માતા બાળકો માટે સુપોષિત આહાર ની વ્યવસ્થા જેવા કામો હાથ ધરવામાં આવે છે. આવી વસ્તીની કિશોરીઓ માટે થઈને આત્મરક્ષા, સુપોષણ, ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરનો સમયોચિત માર્ગદર્શન તથા આત્મનિર્ભર બને એ માટે વિવિધ પ્રકારની સ્કિલ આપવાનું કામ તથા કાઉન્સિલિંગ કરવામાં આવે છે.
શિક્ષણ અંતર્ગત આવી વસ્તીના બાળકો માટે શાળા ઉપરાંત તેમના શિક્ષણમાં સહાય થાય એના માટે નિશુલ્ક પાઠદાન કેન્દ્રોની યોજના કરવામાં આવે છે
આ વસ્તીના યુવાનો તથા બહેનો આર્થિક દ્રષ્ટિથી સ્વાવલંબી બને એ માટે જરૂરી સ્કીલ પ્રશિક્ષણ, જેમાં પિંક પ્લમ્બિંગ મહેદી ક્લાસ, સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે ઉપરાંત બચત ગટ જેવી પ્રવૃતિઓના માધ્યમથી એમની આવક વૃદ્ધિના પ્રયાસો આની અંદર કરવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં પણ આ સંસ્થા દ્વારા 500 જેટલા ગામોમાં આયુર્વેદિક કિટ, ડાંગમાં 50 જેટલા ગામોમાં ડોક્ટરની ટીમ દ્વારા બહેનોના સ્વાસ્થ્ય ઉપર તથા મહિલા સશક્તિકરણનું કામ. સોનગઢ તાલુકામાં 30 ગામોને કવર કરતું ફરતું દવાખાનું.
મેરેથોનના માધ્યમથી શું કરવા ઈચ્છે છે: સમાજ ખાસ કરીને યુવાનો આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ થી પરિચિત થાય તથા સેવા ભાવથી જોડાય
સમાજનો આવા વિવિધ કામો માટે સહયોગ પ્રાપ્ત થાય. આ પ્રકારની બસ્તીઓ સાથે સંપન્ન સમાજના લોકો સંપર્કમાં આવે અને સંવેદના સાથે એમની સાથે ખભે ખભા મિલાવી એમના ઉત્થાનમાં સહયોગી બને. કુલ પ્રયાસોના પરિણામે આ વસ્તીઓના સર્વાંગીણ વિકાસમાં સૌનું યોગદાન પ્રાપ્ત થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp