ચૈતર વસાવાનો આરોપ, આદિવાસીઓ માટે ફાળવેલા 102 કરોડ ચવાઇ ગયા

PC: indianexpress.com

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ 102 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની વાત કરી રહ્યા છે.

ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતગર્ત ગુજરાતના દાહોદ જિલ્લાને 102 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વસાવાએ કહ્યુ કે આના માટે નવસારીની સંદિપ શાહ નામની એજન્સીને બારોબાર કામ સોંપી દેવામાં આવ્યુ હતું. કોઇ પણ પ્રકારની ટેન્ડરની કાર્યવાહી કરવામાં નથી આવી અને કોઇ પણ પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો. 102 કરોડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ કોઇ કામ થયા નથી.

ઉપરાંત આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય શાળાના રિનોવેશન અને રમત-ગમતના સાધનો માટે જે ભાવ ચૂકવાયા છે તે માર્કેટ રેટ કરતા 10 ગણા વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp