સરથાણા નેચરપાર્કમાં તળાવની હાલત જોઈ છે તમે? જોશો તો ચોંકી જશો

PC: સરથાણા નેચરપાર્ક

- - તળાવમાં પાણી તો સાવ નામ પુરતું જ બચ્યું છે પણ લીલ, ગંદકી એટલી હદે છે કે જાણે નેચરપાર્ક વર્ષોથી અવાવરું પડ્યું નહીં હોય...!
- - કોર્પોરેટર દિનેશ કાછડિયાએ ત્રણેક પત્રો લખીને પાલિકાના વહીવટી તંત્રને પણ ઢંઢોળ્યા પણ હજુ તંત્રવાહકોની ઉંઘ ઉડતી નથી

80 એકરમાં ફેલાયેલું પાલિકાનું સરથાણા નેચરપાર્ક હવે ઘણા ભાગમાં નેચરપાર્કને બદલે કચરાપાર્ક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. નેચરપાર્કની એન્ટ્રીથી થોડા આગળ જઈએ તો ત્યાં હંસ, બતક જેવા પક્ષીઓ માટે તળાવ બનાવ્યું છે. તળાવ બહુ ઉંડુ પણ નથી પરંતુ તળાવની હાલત અવવારુ કૂવા જેવી થઈ ચૂકી છે. તળાવને જોતા જ સમજી શકાય તેમ છે કે, ખૂબ લાંબા સમયથી તળાવની સફાઈ તો થઈ જ નથી. તળાવમાં લીલ, વેલ, માટી, કાદવ, કચરો એટલી હદે ઢગલો થઈ ચૂક્યો છે કે, તળાવમાં પાણી તો બે ચાર ખાબોચિયા સિવાય દૂર દૂર સુધી ક્યાંય નજરે પડી શકતું નથી. પક્ષીઓ પણ હવે ખૂબ જૂજ રહ્યાં છે. હવે જોવાનું એ રહ્યું છે કે, નેચરપાર્કની આવી ખસ્તા હાલતને સુધારવા માટે પાલિકાનું તંત્ર ક્યારે સુસ્તી ઉડાડીને દૂરસ્ત કરે છે

પહેલાં તળાવ આટલું નયનરમ્ય હતું

હવે તળાવની હાલચ ઉકર઼ડા જેવી થઈ ગઈ છે

તળાવમાં પહેલાં હંસ, બતક આ રીતે જોવા મળી શકતા હતા

હવે તળાવમાં આવા પક્ષીઓ પણ નજરે નથી પડતાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp