ગુજરાતની એક શાળા એવી જ્યાં બાળકો પાસે વાહનો સાફ કરાવાય છે

PC: Youtube.com

સરકાર દ્વારા બાળકોને ભણાવવા માટે ઘણા અભિયાનો ચલાવવા આવે છે. પરંતુ સરકારના બાળકોને ભણાવવાના પ્રયાસોને સરકારી શાળાના શિક્ષકો જ નિષ્ફળ કરી રહ્યાં છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે શાળા બિલ્ડીંગના ઓરડાઓ અને ટોયલેટ સાફ કરાવવાની ઘટના અગાવ બની ચૂકી છે. પરંતુ હવે સરકારી શિક્ષકો બાળકો પાસે શાળાની બિલ્ડીંગ નહીં,પરંતુ પોતાના વાહનો સાફ કરાવી રહ્યાં છે.

સરકારી શાળાના વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા પોતાના વાહન સાફ કરવવાની ઘટના હિંમતનગરના અરજણપુરાની પ્રાથમિક શાળામાં જોવા મળી છે. અરજણપુરાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ભણવા નહીં પરંતુ શિક્ષકોના કામ કરવા આવતા હોય તેવું લાગી રહ્યું છે. આ શાળાના બાળકોના હાથમાં અભ્યાસ કરવા માટે પુસ્તક નથી, પરંતુ બાળ મજૂરી કરવા ગાડી ધોવાના ભીના કપડાં જોવા મળે છે. કારણકે હિંમતનગરથી પોતાની કાર લઈને બાળકોને ભણાવવા આવતા શિક્ષિકા બાળકો પાસે પોતાની કાર સાફ કરાવી રહ્યાં છે. શિક્ષિકા દ્વારા બાળકોને ભણાવાના નહીં પરંતુ પોતાની કાર સાફ કરવાના આદેશ આપવામાં આવે છે.

આ બાબતે શિક્ષિકાને પૂછવામાં આવ્યું ત્યારે શિક્ષિકાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે બાળકોએ સામે ચલીને મને કહ્યું કે અમે તમારી કાર સાફ કરી આપીએ. સરકારી શાળામાં આવા દૃશ્યો જોતાં જ એવું લાગે છે કે બાળકોને શિક્ષણ આપવા માટે સરકાર દ્વારા કરેલા તમામ વાયદાઓ ખોટા પડ્યા છે. કારણકે આવી ઘણી સરકારી શાળાઓમાં મોટા-મોટા પગાર લેતા શિક્ષકો શાળાના માસુમ બાળકો પાસે પોતાના અંગત કામ કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp