તનિષ્કે 1,06,325 પરિવારોના વિશ્વાસની ઊજવણી માટે સુરતમાં અનોખું આયોજન કર્યું
સુરત, 21 ડિસેમ્બર, 2024 - ટાટા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે સુરતમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્નની ઊજવણી અને સન્માન માટે એક યાદગાર સાંજનું આયોજન કર્યું હતું. આ સમારંભમાં સુરતના 1,06,325 પરિવારોને સન્માનિત કરાયા હતા જેઓ આ વારસાનો અભિન્ન હિસ્સો બન્યા હતા. દાયકાઓ પૂર્વે સુરતમાં પ્રારંભ કરનાર તનિષ્કને ખુલ્લા દિલથી આવકારવામાં આવી અને જીવનની નાની-મોટી ઊજવણીઓને સાથે મળીને મનાવવાની પ્રતિબદ્ધતા સ્થાપવામાં આવી. સુરતના ગ્રાહકો તરફથી મળેલા અદ્વિતીય સહકાર અને પ્રેમ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે આ સમારંભમાં તનિષ્કની શ્રેષ્ઠ જ્વેલરીથી સુશોભિત માનવંતા ગ્રાહકોના નેતૃત્વમાં એક ગ્લેમરસ ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીય બીયર્સ ગ્રુપ દ્વારા સહ-આયોજિત આ સમારંભમાં ડાયમંડ ઇમર્સિવ ઝોન અને તનિષ્કની લેટેસ્ટ નેચરલ ડાયમંડ જ્વેલરી કલેક્શન “Unbound”નું લોન્ચ પણ કરવામાં આવ્યું
આ લગ્નોની સિઝનમાં નેચરલ ડાયમંડ્સ બ્રાઇડલ જ્વેલરીની નવેસરથી વ્યાખ્યા કરી રહ્યા છે ત્યારે ડી બીયર્સ ગ્રુપ દ્વારા સહ-આયોજિત આ કાર્યક્રમમાં તનિષ્કના બેસ્ટ ડાયમંડ કલેક્શનને રજૂ કરવામાં આવ્યું હતું. કલેક્શનનો દરેક પીસ ચિરકાલિન સુંદરતા, શાશ્વત પ્રેમ અને અદ્વિતીય સોફિસ્ટિકેશન રજૂ કરે છે. ‘Unbound’ના લોન્ચિંગે કાર્યક્રમમાં શોભામાં વધારો કર્યો હતો. તનિષ્કનું આ લેટેસ્ટ ડાયમંડ જ્વેલરી કલેક્શન દરેક મહિલાની મુક્ત ભાવનાને નમન કરે છે. મહિલાના વ્યક્તિત્વ તથા તેના વિવિધ પાસાં પરથી પ્રેરિત, ડાયમંડ અને 18 કેરેટ સોનાથી બનેલી આ ડિઝાઇન્સ થ્રી-ડાયમેન્શનલ મોટિફ રજૂ કરે છે જે મૂવમેન્ટ અને પોઝિટિવિટીનું પ્રતીક છે જેમાં એક સેન્ટ્રલ ફોકલ પોઇન્ટ છે જે બેનમૂન સુંદરતા છતી કરે છે.
આ સાંજની ખાસિયત હતી તનિષ્ક અને ડી બીયર્સ ગ્રુપની સહિયારી પહેલ નેચરલ ડાયમંડ્સની ‘Mine to Marvel’ સ્ટોરી રજૂ કરતા ડાયમંડ ઝોનની રજૂઆત. આ ઇમર્સિવ અનુભવે કુદરતી હીરાની રચના દ્વારા એક આકર્ષક યાત્રા રજૂ કરી હતી જેમાં પૃથ્વીના પેટાળમાંથી તેની ઉત્પત્તિથી માંડીને કલાત્મકતાના ચમત્કાર સાથે તેના પરિવર્તન સુધીની પ્રક્રિયા રજૂ કરાઈ હતી. આ યાત્રાએ જવાબદાર રીતે સોર્સિંગ, નૈતિક કુશળતા અને ચોક્સાઇપૂર્વકની કારીગરી દ્વારા તેના હીરાની અદ્વિતીય ગુણવત્તા અંગે ગ્રાહકોને શિક્ષિત કરવાની બંને સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
તનિષ્કના ચીફ માર્કેટિંગ ઓફિસર તેલ્કી ત્શેરિંગે જણાવ્યું હતું કે અમે સુરતના 1,06,325 પરિવારોએ દર્શાવેલા વિશ્વાસ અને નિઃસ્વાર્થ પ્રેમની ઊજવણી કરવા ભેગા થયા છીએ. તેમની સૌથી પ્રિય યાદોનો એક ભાગ બનવું અને અનેક દાયકાથી તેમની નવવધૂઓને શણગારવી એ અમારો વિશેષાધિકાર રહ્યો છે. અમે તેની ઉજવણી કરીએ છીએ ત્યારે અમે આજે અમારું નવીનતમ ડાયમંડ જ્વેલરી કલેક્શન ‘Unbound’ લોન્ચ કરીએ છીએ જે તેમના વ્યક્તિત્વથી પ્રેરિત છે. તનિષ્ક ‘Unbound’ એ કેવળ એક કલેક્શન નથી, પરંતુ તેની દુનિયા, તેની વાર્તા અને તેના સારને નમન છે. જ્વેલરીનો દરેક ભાગ કાલાતીત કુદરતી હીરા સાથે બનાવવામાં આવ્યો છે જે અદ્વિતીય સ્વરૂપો સાથે તરલ ડિઝાઇનથી તૈયાર કરાયેલો છે જે વિવિધ અનન્ય પાસાંનું પ્રતીક છે. ‘Unbound’ જેવા કલેક્શન અને ડી બીયર્સ ગ્રુપ સાથેના અમારા સહયોગ સાથે, અમારું લક્ષ્ય આજની અને આવનારી પેઢીઓ માટે દરેક મહિલાના વ્યક્તિત્વ અને આકાંક્ષાઓને ઉજવવાનું અને સન્માન આપવાનું છે.
ડી બીયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રથિહારીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે (ડી બીયર્સ ગ્રુપ) કુદરતી હીરાની દુનિયામાં મનમોહક પ્રવાસ દર્શાવવા માટે એક ખાસ ડાયમંડ એક્સપિરિયન્સ ઝોનની સ્થાપના કરી છે, જે તેમની દુર્લભતા, ચિરકાલિનતા, મૂલ્ય અને વિશિષ્ટતા ઉજાગર કરે છે. અતિથિઓએ નવીન ડિસ્પ્લે દ્વારા કુદરતી હીરા વિશે રસપ્રદ તથ્યો જાણ્યા હતા. તેમણે જેન્યુઇન રફ અને પોલિશ્ડ ડાયમંડ્સ સાથે ખાણથી હાથની કારીગરી સુધીની સફર જોઈ હતી. ઇન્ટરેક્ટિવ સ્ક્રીન્સે 4Cs-કટ, કલર, ક્લેરિટી અને કેરેટની ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડી હતી જ્યારે ઇમર્સિવ એલઈડી ડિસ્પ્લેમાં હીરો કેવી રીતે બને છે તેનું નિરૂપણ કરાયું હતું, જે દર્શાવે છે કે તેઓ આપણી પૃથ્વી કરતાં પણ પહેલેથી અસ્તિત્વમાં છે. મુલાકાતીઓએ ડી બીયર્સ સિન્થ ડિટેક્ટર સહિતની અદ્યતન ટેકનોલોજી પણ જોઈ જે ડાયમંડ કુદરતી છે કે સિન્થેટીક છે કે કેમ તેની ચકાસણી કરે છે અને તનિષ્કનો લાઇટસ્કોપ હીરાની ચમકને દર્શાવે છે. આ ઝોનનો હેતુ આમંત્રિત મહેમાનો માટે કુદરતી હીરાના એકંદર આકર્ષણને પ્રકાશિત કરવાનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp