કોરોનાને કારણે હિટ એન્ડ રન કેસના દોષી વિસ્મયને થઈ ગયો ફાયદો

PC: dainikbhaskar.com

અમદાવાદમાં બહુચર્ચિત BMW હિટ એન્ડ રનના કેસમાં દોષી વિસ્મય શાહને કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ આરોપી વિસ્મયને છ સપ્તાહમાં જેલમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો હતો પરંતુ છ સપ્તાહનો સમય પૂર્ણ થયા છતા પણ વિસ્મય શાહ સરેન્ડર ન થતા તેને કોર્ટમાં કોરોનાનું બહાનું કાઢીને બીજા છ સપ્તાહનો સમય માંગવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ કોર્ટે વિસ્મય શાહને પાંચ મે સુધીમાં જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે.

રિપોર્ટ અનુસાર બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહના પિતા પાસેથી મૃતક યુવકોના પિતાઓએ સમાધાન કરીને તેમની પાસેથી પૈસા લઈ કોર્ટમાં સોગંદનામું કર્યું હતું કે, તેમને સમાધાન થયું હોવાથી તેઓ આ બાબતે કોઈ કાર્યવાહી આગળ વધારવા માંગતા નથી પરંતુ કોર્ટ દ્વારા સમગ્ર ઘટનાનું અવલોકન કર્યા બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થવાથી આરોપીના ગુનામાંથી છોડી શકાય નહીં તેવી વિચારણા બાદ વિસ્મય શાહને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

વિસ્મય શાહે કોર્ટમાં જામીન બાબતે અરજી કરી હતી જેમાં 17 ફેબ્રુઆરીએ નીચલી કોર્ટે આપેલી સજાને હાઇકોર્ટે બહાલી રાખી હતી અને છ સપ્તાહમાં જેલમાં જવાનો સમય આપ્યો હતો પરંતુ આ છ સપ્તાહના સમય બાદ ફરીથી વિસ્મય શાહે હાઇકોર્ટમાં વધુ સમય માગ્યો છે. વિસ્મયના વકીલે વીડિયો કોન્ફરન્સથી દલીલ કરી હતી કે, કોરોના કારણે તેને સમય મળવો જોઈએ તેથી કોર્ટે વિસ્મય શાહને પાંચ મે સુધીમાં જેલમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp