અમદાવાદ-એકતાનગર વચ્ચે સી-પ્લેન વિશે આવ્યું નવું અપડેટ

PC: indianexpress.com

ગુજરાત સરકારે સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ચાલતી સી-પ્લેન સર્વિસ માટે પ્લેનનો ઓર્ડર આપી દીધો છે. આ સર્વિસ છેલ્લા કેટલાક મહિનાથી સી-પ્લેન વિના બંધ પડી છે. આ સુવિધા પ્લેન આવી ગયા પછી ફરીથી શરૂ કરવામાં આવશે.

એકતાનગરમાં નવનિર્મિત બસસ્ટોપનું ઉદઘાટન કરતાં રાજ્યના માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમદાવાદને ફરીથી આ સર્વિસ ખૂબ ઝડપથી મળતી થશે. 3.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસસ્ટોપના આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય પીડી વસાવા હાજર રહ્યાં હતા.

નર્મદા જિલ્લામાં એરપોર્ટ બનાવવા અંગે મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારની પ્રાથમિકતા અંકલેશ્વરમાં એર કાર્ગો ફેસિલિટી ઉભી કરવાની છે જેના માટે 100 કરોડના રન-વે પ્રોજેક્ટ માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ યોજવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે રાજપીપળા અને નર્મદા જિલ્લામાં એરપોર્ટ માટેના સ્થળોને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ હેતુ માટે બન્ને જિલ્લાના નકશાનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર છ યાત્રાધામના સ્થળો અને અન્યત્ર હેલીપોર્ટ પણ બનાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp