યુસુફ પઠાણને વડોદરા પાલિકાએ નોટિસ મોકલી, સરકારી જમીનનો કબ્જો ખાલી કરો

પશ્ચિમ બંગાળના બહેરામપુર સીટ પર TMC સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને સાંસદ બનેલા યુસુફ પઠાણને વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશને નોટીસ ફટકારી છે.

વડોદરા મહાનગર પાલિકાએ ક્રિક્રેટર યુસુફ પઠાણને નોટિસ મોકલીને કહ્યું છે કે સરકારી જમીન પરનો કબ્જો ખાલી કરો. આના માટે પઠાણને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

વડોદરાના પૂર્વ કોર્પોરેટર વિજય પવારની ફરિયાદને આધારે નોટિસ મોકલવામાં આવી છે. પવારનો આરોપ છે કે 2012માં યુસુફ પઠાને પોતાના બંગલાની બાજુના પ્લોટ ખરીદવા માટે દરખાસ્ત કરી હતી, જે 2014માં મંજૂર કરવામાં આવી હતી. આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી જે સરકારે મંજૂર કરી નહોતી. છતા યુસુફ પઠાણે આ જમીન પર કબ્જો મેળવીને તબેલો બનાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp