વડોદરા શહેર સુધરાઈએ ઈ-મેઈલથી અસ્થિ વિસર્જન શરૂ કર્યું

PC: vadodara-baroda.city

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે જ્યોતીર્નાથ મેડીકલ એન્ડ કેળવણી ચેરીટેબલ ટ્રસ્ટને એવી જવાબદારી સોંપી છે કે કોઈ પોતાના સ્વજનના અસ્થિ દેશના પવિત્ર સ્થળે પધરાવવા માંગતા હોય તો તે કામ કરી શકે છે. આવી મંજૂરી મળતાની સાથે જ 15 જૂલાઈ 2018થી આ કામ વડોદરાના બે સ્મશાન રામનાથ (વાડી) અને બહુચરાજી (કારેલીબાગ) ખાતે અસ્થી એકઠા કરવાની સેવા શરુ કરવામાં આવી છે. જે કોઈ પોતાના સ્વજનના અસ્થિ દેશના પવિત્ર સ્થળે વિધિવત મોકલવા માંગતા હોય તો તેઓ તેમના દ્વારા 7 સ્થળે મોકલી શકે છે. અસ્થિ હરીદ્વાર, અલ્હાબાદ, ચાંદોદ, સોમનાથ સહિત સાત સ્થળો પર હિંદુ વિધિ અનુસાર વિસર્જિત કરવામાં આવશે.

સંસ્થાના સ્થાપક ડૉ. જ્યોતિર્નાથ ના જણાવ્યા અનુસાર આ સેવા ઘણા જ નોમિનલ ચાર્જીસ માં ચાલુ કરવામાં આવેલ છે આબનેવ  સ્થળો પર સવારે 6 વાગ્યા થી સવારે 10 વાગ્યા સુધી અસ્થિ એકઠા કરવામાં આવશે. ડૉ. જ્યોતિર્નાથજી ઘણી સેવાકીય બાબતો માં જોડાયેલા છે આ ઉમદા કાર્ય માટે એમને કોર્પોરેશન દ્વારા અધિકૃત કરેલ છે. આ એક માત્ર સંસ્થા છે જેને આવી રીતે અધિકૃત કરેલ છે. આગળ જતા આ સેવા આખા ગુજરાત ના ભરમાં મુખ્ય શહેરોમાં આ સેવા ચાલુ કરવામાં આવશે. અસ્તિ વિસર્જિત થયે સદગત ના સ્નેહી ને ઈમેલ કે મેસેજથી જાણ કરવામાં આવશે. તેના ફોટો પણ મોકલવામાં આવશે.

અમદાવાદમાં સદવિચાર પરિવાર દ્વારા પણ છેલ્લાં 40 વર્ષથી આ સેવા કરવામાં આવે છે. અમદાવાદમાં જો કોઈ અસ્થિ વિસર્જીત કરવા માંગતા હોય તો તેઓ વી એસ હોસ્પિટલ ખાતે અસ્થિ મોકલાવી દે તો સદવિચાર પરિવાર કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર કેવા કરે છે. બીજા કેટલાંક ટ્રસ્ટ રૂ.500થી 3000 સુધી ચાર્જ લેતા હોય છે. પણ એકી સાથે સાત પવિત્ર સ્થળે અસ્થિ વિસર્જીત કરવાનું કામ માત્ર વડોદરામાં થઈ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp