પેટની ચરબીથી છો પરેશાન? તો અપનાવો આ 3 ઉપાય

PC: ohmyfoodness.nl

પેટની ચરબી ઊતારવા લોકો કેટલા બધા પ્રયત્ન કરે છે તેમ છતાં પેટનો ભાગ ઓછો થતો નથી. ત્યારે પેટની ચરબીને સરળતાથી કેવી રીતે ઊતારવી તે અંગે અમે તમને 3 ઉપાય બતાવીશું કે જેનાથી તમે સટાસટ પેટની ચરબી ઊતારી શકશો.

પેટની ચરબી ઊતારવા માટેના ઉપાયો

ગ્રીન ટી:

રાત્રે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન કરવું. જેથી તમારા શરીરનું મેટાબોલિઝમ વધે છે અને આ કારણે તમે જે પણ ખાસો તેને ચરબીના રૂપમાં જમા થવા નહિ દે અને તેથી તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.

લીલું મરચું:

રાત્રે લીલું મરચું ખાવાથી તેમાં રહેલા રસાયણિક પદાર્થ ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જેથી રાત્રે જમવામાં એક લીલું મરચું લેવું.

નિયમિત ઊંઘ લેવી:

ઊંઘને મોટાપા સાથે ખૂબ ઊંડો સંબંધ છે. જેથી સમય મર્યાદા પ્રમાણે ઊંઘ લેવી. વધારે પડતી ઊંઘના લીધે પણ શરીર વધે છે જેથી શરીરને જરૂર હોય તેટલી જ ઊંઘ લેવી. ઓછામાં ઓછા 6 કલાક અને વધુમાં વધુ 8 કલાકની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

આમ આ ત્રણ ઉપાયો અજમાવો, આપો આપ તમારું વજન કંટ્રોલમાં આવી જશે. આ સાથે ધ્યાનમાં રાખવા જેવી એક એ પણ બાબત છે કે બને તેટલું બહારનું જંક ફૂડ લેવાનું ટાળવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp