મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 દર્દીના મોત, જેમાં 16 બાળકો

PC: ndtv.com

મહારાષ્ટ્રના નાંદેડમાં મોતોનો સિલસિલો થંભવાનું નામ લઇ રહ્યો નથી. હોસ્પિટલમાં 4 બાળકો સહિત સાત વધુ દર્દીઓના મોત થઇ ગયા છે. પાછલા 48 કલાકમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. પાછલા 48 કલાકમાં રાજ્યની આ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મરનારાઓનો આંકડો હવે 31 થઇ ગયો છે. જેમાં 16 બાળકો સામેલ છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં થઇ રહેલી મોતોથી હેલ્થ સિસ્ટમ પર સવાલ ઊભા થઇ રહ્યા છે. આખરે આ મોતો થવા પાછળનું કારણ શું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. આ મોતો માટે લોકો લચર સરકારી તંત્રને જવાબદાર માની રહ્યા છે. આ કેસ નાંદેડની શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલનો છે.

હોસ્પિટલમાં થઇ રહેલી મોતો પર આ સરકારી હોસ્પિટલના ડીનનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મોટાભાગની મોતો સાપના ડંખથી થઇ છે અને બાકીની મોતો અન્ય બીમારીઓના લીધે થઇ છે. પણ સ્થિતિ એવી છે કે, હજુ સુધી મોતોના મામલા બંધ થવાનું નામ લઇ રહ્યા નથી. આ આંકડાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલના ડીને કહ્યું હતું કે, 70-80 કિમીના અંતરમાં માત્ર આ જ એક હોસ્પિટલ છે. દૂર દૂરથી લોકો અહીં સારવાર લેવા માટે આવે છે. થોડા દિવસોથી દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. અમે સ્થાનીય સ્તરે દવાઓ ખરીદીને દર્દીઓને પૂરી પાડી છે. અમે થર્ડ લેવલે આવતું હેલ્થ સેન્ટર છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મોતોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મોતોને લઇ હોસ્પિટલ પાસેથી જાણકારી માગવામાં આવશે અને એક્શન પણ લેવામાં આવશે. તો વિપક્ષ આ ઘટનાને લઇ એકનાથ સરકાર પર હમલાવર થઇ છે. તેમનું કહેવું છે કે, આ ઘટનાની જવાબદારી મહારાષ્ટ્રની ટ્રિપલ એન્જિન સરકારે લેવી જોઇએ.

મહારાષ્ટ્ર સરકારમાં ચિકિત્સા શિક્ષા મંત્રી હસન મુશ્રીફે કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે દવાઓ, ડૉક્ટરો હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં હતા. સ્ટાફ પણ હોસ્પિટલમાં મોજૂદ હતો. તેમ છતાં આવું શા માટે થયું તેને લઇ હું તેની મુલાકાત લઇશ. આ મામલામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. અમારા કમિશ્નર અને ડિરેક્ટર ત્યાં ગયા છે, હું પણ ત્યાં જઇ રહ્યો છું.

તો NCP નેતા શરદ પવારે કહ્યું કે, આ સરકારી તંત્ર ફેલ થવાનું પરિણામ છે. રાજ્ય સરકાર આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ગંભીરતા પર વિચાર કરતા કડક પગલા લે. જેને લઇ આ પ્રકારના મામલા બીજીવાર ન બને અને દર્દીઓનું જીવન બચાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp