પેટની ચરબી ઘટાડવી છે, તો આજથી જ કાળા મરીનું સેવન શરૂ કરો

PC: aliqtisadi.ps

દરેકના ઘરમાં રસોડામાં હંમેશાં સરળતાથી મળી રહેતા કાળા મરી માત્ર મસાલાનો જ હિસ્સો નથી, તેના ઔષધિય ગુણો પણ ઘણા છે. જો સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે કાળા મરીનું સેવન કરવામાં આવે તો તઆપણા શરીરને ઘણા બધા ફાયદાઓ પહોંચાડે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે, સવારે ગરમ પાણી સાથે કાળા મરી લેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. તેનાંથી શરીર સ્વસ્થ રહે છે. તે બહારના સંક્રમણને શરીરમાં પહોંચવાતી અટકાવે છે અને કફ, પિત્ત તેમજ વાયુ પર નિયંત્રણ કરે છે.

ચરબી ઓછી કરે

કાળા મરી અને હુંફાળુ પાણી શરીરમાં વધતી ચરબીને ઘટાડવાનું કામ કરે છે. સાથે જ તે કેલરીને બર્ન કરી વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, શરદી થાય ત્યારે કાળા મરીને ગરમ દૂધમાં મિક્સ કરી પીવાથી આરામ મળે છે. જો તમને વારંવાર શરદી, સતત છીંક આવવા જેવી તકલીફો થતા હોય તો કાળા મરીની સંખ્યા એકથી શરૂ કરી રોજ એક વધારતા જઈ 15 સુધી લઈ જાઓ. પછી દરરોજ એક ઘટાડતા જઈ 15થી 1 પર આવો. આ રીતે કરવાથી શરદીની તકલીફમાં આરામ મળશે.

કબજિયાત દૂર કરે

કબજિયાતના રોગીઓ માટે પાણીની સાથે કાળા મરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે એક કપ પાણીમાં લીંબુનો રસ, કાળા મરીનો ભૂકો અને મીઠું નાંખીને પીવાથી ગેસ તેમજ તબજિયાતની સમસ્યાથી થોડાં જ દિવસોમાં છૂટકારો મળશે.

સ્ટેમિના વધારે

હુંફાળા પાણી સાથે કાળા મરી લેવાથી શારીરિક ક્ષમતા વધે છે. સાથે જ શરીરમાં પાણીની માત્રા નિયંત્રિત થાય છે. તે શરીરની અંદરની એસિડિટીની સમસ્યાને પણ દૂર કરે છે.

ડિહાઈડ્રેશન

જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો, કાળા મરીને હુંફાળા પાણી સાથે લેવાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી. તેનાંથી થાકનો અનુભવ પણ નથી થતો. સાથે જ સ્કિન પણ સુંવાળી બને છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp