ઈંડુ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે? જાણો શું કહે છે સ્ટડી

PC: khabarchhe.com

ઈંડુથી આમ તો ઘણાં બધા ફાયદા થાય છે, જેમ કે ઈંડાના પ્રયોગથી વાળની ગ્રોથ વધવી અને સાથે જ સ્કિનનો ગ્લો પણ વધે છે. ત્યારે હવે ડાયાબિટીસના દર્દીમાટે પણ ઈંડુ ખૂબ લાભદાયી માનવામાં આવે છે. હાલમાં થયેલી એક સ્ટડીના રિપોર્ટમાં સામે આવ્યુ છે કે દિવસમાં 1 ઈંડુ ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસ હોવાનો ખતરો ઓછો થાય છે. જોકે આ સ્ટડી મોલેક્યુલર ન્યૂટ્રિશન એન્ડ ફૂડ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

ફિનલેન્ડની યૂનિવર્સિટી દ્વારા થયેલી આ સ્ટડીના રિપોર્ટના સામે આવ્યા બાદ બીજા વૈજ્ઞાનિક તેનો વિરોધ કરી રહ્યા છે. ડાયાબિટીસ દરમિયાન ઈંડા ખાવાને લઇને અલગ-અલગ શોધકર્તાઓનો અલગ-અલગ અભિપ્રાય છે. કેટલાક શોધકર્તાઓના મુજબ, ઈંડાનુ સેવન કરવાથી ડાટાબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે, તો તેમજ કેટલાક શોધકર્તાઓનુ માનવુ છે કે ડાયાબિટીસના દર્દીઓને ઈંડાનુ સેવન કરવો જોઇએ, પણ આ તાજેતર કંટ્રોવર્શિયલ સ્ટડીની રિપોર્ટ અનુસાર, ઈંડુ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થાય છે. અભ્યાસ દરમિયાન, સંશોધકોએ શોધી કાઢ્યું કે જે પુરૂષોએ દરરોજ ઈંડાનુ સેવન કર્યું તેના લોહીમાં લિપિટનો થોડો જથ્થો જ જોવા મળ્યો હતો.

સ્ટડીની મુખ્ય લેખક સ્ટેફાનિયા નોર્મનને કહ્યું, ડાયાબિટીસના દર્દીએ ઈંડા ખાવા જોઇએ કે નહીં, આ વાતની પુષ્ટિ કરવા માટે આ વિષય પર વધુ સંશોધન કરવુ પડશે, પરંતુ અસ્તિત્વમાં નવી અભ્યાસના મુજબ, અઠવાડિયામાં 3 ઈંડા ખાવુ અત્યંત સુરક્ષિત છે. ત્યારે આ અંગે રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે જો તમને ડાયાબિટીસ છે તો ઈંડાને ઉકાળીને ખાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp