WHOએ નવી મહામારીનું નામ ડિસિઝ X આપ્યું, આ બીમારી કોરોના કરતા ખતરનાક હોવાનો દાવો
કોરોના વાયરસ મહામારીથી દુનિયા પૂરી રીતે બહાર આવી શકી નથી અને જાણકાર નવી બીમારીના દસ્તકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગામી મહામારી ઓછામાં ઓછા 5 કરોડ લોકોનો જીવ લઈ શકે છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના મહામારીથી વધુ ઘાતક હોય શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO તરફથી આગામી મહામારીનું નામ ડિસિઝ X રાખ્યું છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક હજારો વાયરસવાળા 25 વાયરસ સમૂહોની જાણકારી ભેગા કરી રહ્યા છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ વાયરસ મ્યૂટેટ થઈને મહામારીમાં બદલાઈ શકે છે. ખાસ વાત એ છે કે આ દેખરેખમાં વાયરસ સામેલ નથી, જે પશુઓમાંથી માણસોમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રિટનમાં વૈજ્ઞાનિક ડિસિઝ X વિરુદ્ધ વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી ચૂક્યા છે. UK હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના પ્રમુખ પ્રોફેસર ડેમ જેની હેરિસનું કહેવું છે કે જળવાયુ પરિવર્તન જેવા ઘણા ફેક્ટર ભવિષ્યમાં આગામી મહામારીની સંભાવના વધારી રહ્યા છે. તેમણે આ મામલે તૈયારીઓ માટે સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નવી બીમારી કોરોના મહામારીની તુલનામાં 20 ગણી મોટી બીમારી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, આ ડિસિઝ X ગમે ત્યારે આવી શકે છે અને તેનાથી મહામારીની આશંકા છે, જેમાં લાખો લોકોના મોત થશે. આ ખૂબ જ ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિક વેક્સીન બનાવી રહ્યા છે. WHOએ કહ્યું કે કોરોના મહામારીથી લગભગ 25 લાખ લોકોના મોતનું અનુમાન છે, પરંતુ આ નવી બીમારી તેનાથી અનેક ગણી ઘાતક છે અને તેના કારણે લગભગ 5 કરોડ લોકોના મોત થવાની આશંકા છે. ગ્લોબલ હેલ્થ એક્સપાર્ટસે નવી બીમારીને લઈને કહ્યું કે, એવો ડર છે કે ડિસિઝ Xના કારણે સ્પેનિશ ફ્લૂ જેવી તબાહી ન આવી જાય.
વર્ષ 1918-1920માં સ્પેનિશ ફ્લૂના કારણે દુનિયાભરમાં 5 કરોડ કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. UK વેક્સીન ટાસ્કફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે જણાવ્યું કે એવી મહામારી લાખો લોકોના જીવ લઈ લે છે. પહેલા વિશ્વ યુદ્વમાં મરનારા લોકોની સંખ્યાથી બેગણા લોકો સ્પેનિશ ફ્લૂના કારણે સમય અગાઉ મોતને ભેટ્યા હતા. પહેલાંની તુલનામાં આજે અનેક ગણા વાયરસ ઉપસ્થિત છે અને તેના વેરિયન્ટ પણ ખૂબ તેજીથી સંક્રમિત કરી દે છે. જો કે બધા ઘાતક હોતા નથી, પરંતુ આ મહામારી લાવી શકે છે. લગભગ 25 લાખ ફેમિલીની ઓળખ કરી લેવામાં આવી છે અને વૈજ્ઞાનિક જલદી જ વેક્સીન બનાવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp