ગુજરાતના 25% લોકો એક જ દિવસે યોગ કરે, તે માની શકાય ખરૂં?

PC: khabarchhe.com

21 જૂન 2019માં વિશ્વ યોગ દિને છેલ્લા 4 વર્ષની જેમ સતત 5માં વર્ષે રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે. રાજ્યની કેટલીક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ના સભ્યો મળીને 1.50 કરોડ લોકો ભાગ લે એવું આયોજન થયું છે.

પ્રથમ વિશ્વ યોગ દિવસે 1.8 કરોડ દ્વિતીય વિશ્વયોગ દિવસે 1.03 કરોડ, તૃતિય વિશ્વયોગ દિવસે 1.16 કરોડ અને ચોથા વિશ્વ યોગ દિવસે 1.24 વ્યક્તિઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધે અને દોઢ કરોડે પહોંચે તે પ્રકારના પ્રયત્નો કરવાનું આયોજન છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત૨ માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તૈયારી કરી વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. આ ઉ૫રાંત અનેક સંસ્થાઓના પ્રયાસોથી તેના અનુયાયીઓ ૫ણ ભાગ લેશે. ઉ૫રાંત યોગ પરંપરા સાથે સંકળાયેલી સંસ્થાઓ આર્ટ ઓફ લિવીંગ, લકુલીશ યોગ યુનિવર્સિટી, બ્રહ્માકુમારીઝ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિદ્યાભારતી, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, દાદા ભગવાન, રામકૃષ્ણ મઠ, એન.સીસી., એન.એસ.એસ., બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, પતંજલિ તથા રાજયની યુનિવર્સિટીઓ હશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp